ડિમાન્ડ પર ઉપલબ્ધ કરાવતા હતા ન્યૂઝ Video, મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો પર્દાફાશ
સેક્સટોર્શન માટે સૌથી પહેલા ગેંગ પોતાના શિકારને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા દોસ્તી કરતી હતી. પછી ત્યારબાદ તેને પ્રેમની ઝાળમાં ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને વીડિયો કોલ પર ન્યૂઝ આવવા માટે કહેવામાં આવતું હતું અને તેનો વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવતો હતો.
Trending Photos
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં પોર્નોગ્રાફીનો મામલો હજુ ઠંડો પડ્યો નથી, ત્યાં હવે સેક્સટોર્શન (Sextortion) ને લઈને મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે, જે પ્રમાણે 100થી વધુ બોલીવુડ સિતારા (Bollywood Celebrities) અને ટીવી સ્ટાર્સને આ રેકેટે પોતાના શિકાર બનાવ્યા હતા. પોલીસે અત્યાર સુધી આ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે.
અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ
પોલીસે સેક્સટોર્શન ગેંગ (Sextortion Racket) વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ લોકો સોશિયલ મીડિયા દ્વારા સિતારાની નજીક આવતા હતા અને પછી અશ્લીલ વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરતા હતા. તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવા માટે આ ગેંગે નેપાળના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.
#BREAKING : मुंबई में Sextortion गैंग का पर्दाफाश, बॉलीवुड के करीब 100 सितारों से फिरौती का मामला #Mumbai #Bollywood @Mimansa_Zee @Tyagiji0744 pic.twitter.com/atABNM78NT
— Zee News (@ZeeNews) August 18, 2021
મુંબઈ પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ ગેંગે સેક્સટોર્શનમાં 258 લોકોને ફસાવ્યા હતા. તેમાંથી 100 બોલીવુડ અને ટીવીના મોટા સિતારાઓ સામેલ છે. મુંબઈ પોલીસે નાગપુર, ઓડિશા, ગુજરાત અને કોલકત્તાથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે આરોપીઓ એન્જિનિયર છે જ્યારે એક સગીર છે. તેની પાસેથી 2 મોબાઇલ, 12 નકલી એકાઉન્ટ, 6 ફેક ઇમેલ આઈટી અને બીજા ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત થયા છે.
ડિમાન્ડ પર ન્યૂડ વીડિયો આપવાનો દાવો
તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા બોલીવુડ અને ટીવીના સિતારાઓ સાથે સંબંધ બનાવ્યા. ત્યારબાદ તેનો વિશ્વાસ જીતીને અશ્લીલ વીડિયો તૈયાર કર્યા. આ વીડિયોના બદલામાં સેલિબ્રિટિઝ અને શિકાર લોકો પાસે લાખો રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. એટલું જ નહીં આ વીડિયોના ગ્રેબને ત્યારબાદ ટ્વિટર, ડાર્ક નેટ અને ટેલીગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર બીજા લોકોને મોટી રકમના બદલામાં વેચી દેવામાં આવતા હતા. આ લોકો દાવો કરતા હતા કે જે સિતારાનો ન્યૂડ વીડિયો જોઈએ તે ઉપલબ્ધ કરાવી દેશે.
જાણકારી પ્રમાણે સેક્સટોર્શન માટે સૌથી પહેલા ગેંગ પોતાના શિકારને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા દોસ્તી કરતી હતી. પછી ત્યારબાદ તેને પ્રેમની ઝાળમાં ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને વીડિયો કોલ પર ન્યૂઝ આવવા માટે કહેવામાં આવતું હતું અને તેનો વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવતો હતો. ત્યારબાદ વીડિયોને જાહેર પ્લેટફોર્મ પર શેર ન કરવાની શરત પર મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી.
નેપાળના બેન્ક ખાતાનો ઉપયોગ
સાઇબર સેલને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓએ એજન્સીથી બચવા માટે નેપાળના એક બેન્ક ખાતાનો ઉપયોગ કર્યો છે. સાઇબર સેલે હવે નેપાળ પ્રશાસનને આ મામલાની જાણકારી આપી બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલી વિગત માંગી છે, જેથી આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે