રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યાં 9 ઉમેદવાર, જાણો કોને-કોને મળી ટિકિટ
ભાજપે પ્રથમ યાદીમાં મધ્યપ્રદેશથી કોંગ્રેસ છોડી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બિહારથી સીપી ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ખાલી થયેલી 55 સીટો પર યોજાનારી ચૂંટણી માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપની પ્રથમ યાદીમાં મધ્ય પ્રદેશથી કોંગ્રેસ છોડીને આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બિહારથી સીપી ઠાકુરના પુત્ર વિવેક ઠાકુરને ટિકિટ આપી છે.
રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરૂણ સિંહે અખબારી યાદી જારી કરી મંગળવારે ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર નિર્ણય લેવાયાની જાણકારી આપી હતી. ભાજપે આસામથી ભુવનેશ્વર કાલીતા, ગુજરાતથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા, ઝારખંડથી દીપક પ્રકાશ, મણિપુરથી લિએસેંબા મહારાજાને ટિકિટ આપી છે. મહારાષ્ટ્રથી શ્રીમંત ઉદયના રાજે ભોંસલે અને રાજસ્થાનથી રાજેન્દ્ર ગેહલોત ભાજપના ઉમેદવાર હશે.
ભાજપે મહારાષ્ટ્ર અને આસામની એક-એક સીટ પોતાના સહયોગી દળો માટે છોડી છે. મહારાષ્ટ્રની એક સીટથી ભાજપના ગઠબંધનના સહયોગી આરપીઆઈ (એ)ના રામદાસ અઠાવલે અને આસામથી બીપીએફના બુસ્વજીત ડાઇમરી ઉમેદવાર હશે. અખબારી યાદી અનુસાર મંગળવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જોયાઇ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા બાદ નવ ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી છે.
મહત્વનું છે કે ચૂંટણી સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી તથા અન્ય નેતા હાજર રહ્યાં હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે