Sushant Singh Case: સુપ્રીમ કોર્ટમાં રિયા ચક્રવર્તી અને બિહાર સરકારે દાખલ કર્યો જવાબ
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત કેસમાં આજે રિયા ચક્રવર્તી અને બિહાર સરકારના વકીલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. રિયા ચક્રવર્તીની અરજી પર 11 ઓગસ્ટે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને 13 ઓગસ્ટ પહેલા જવાબ દાખલ કરવાનું કહ્યું હ તું. આ કેસમાં રિયા ચક્રવર્તી તરફથી શ્યામ દિવાન, મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવી, બિહાર સરકાર તરફથી મનિન્દર સિંહ અને કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા વિસ્તારથી પોતાનો પક્ષ રજૂ કરી ચૂક્યા છે.
Trending Photos
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત કેસમાં આજે રિયા ચક્રવર્તી અને બિહાર સરકારના વકીલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. રિયા ચક્રવર્તીની અરજી પર 11 ઓગસ્ટે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને 13 ઓગસ્ટ પહેલા જવાબ દાખલ કરવાનું કહ્યું હ તું. આ કેસમાં રિયા ચક્રવર્તી તરફથી શ્યામ દિવાન, મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવી, બિહાર સરકાર તરફથી મનિન્દર સિંહ અને કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા વિસ્તારથી પોતાનો પક્ષ રજૂ કરી ચૂક્યા છે.
બિહાર સરકારનો જવાબ
બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરીને કહ્યું છે કે આ કેસમાં એકમાત્ર FIR પટણામાં દાખલ થઈ છે. બિહાર સરકારની ભલામણ પર કેસ CBIને ટ્રાન્સફર થઈ ચૂક્યો છે. આથી હવે રિયાની અરજીનું કોઈ મહત્વ નથી. તેમના તરફથી એમ પણ કહેવાયું છે કે રિયાની અરજી નિષ્પ્રભાવી થઈ ચૂકી છે. આ જ જવાબમાં મુંબઈ પોલીસ પર રાજકીય દબાણ હોવાનું અને બિહાર પોલીસને તપાસમાં સહયોગ ન કરવાનો ઉલ્લેખ પણ કરાયો છે.
રિયાનો જવાબ
રિયા તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા લેખિત જવાબમાં કહેવાયું છે કે રિયા વિરુદ્ધ સુશાંતના પિતાના આરોપ સાવ પાયાવિહોણા છે. પટણા પોલીસ ફક્ત ઝીરો FIR દાખલ કરી શકે છે. આથી આ કેસની તપાસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર થવી જોઈએ. આ સાથે એમ પણ કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ જો કેસને સીબીઆઈ (CBI)ને સોંપવાનો આદેશ કરે તો તેને કોઈ આપત્તિ નથી.
જુઓ LIVE TV
આ અગાઉ આ કેસમાં મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં પોતાની કેવિએટ ફાઈલ કરી હતી જેમાં કહ્યું હતું કે રિયાની અરજી પર સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે અને રિયાની અરજી પર કોઈ એકતરફી આદેશ આપવામાં ન આવે. આ કેસમાં બિહાર સરકાર અને સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પણ કેવિએટ દાખલ કરેલી છે. રિયા ચક્રવર્તીએ પોતાની અરજીમાં સૌપહેલા કહ્યું હતું કે એક કેસની તપાસ બે જગ્યાની પોલીસ કરી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે