EWS કોટા પર કાયદાકીય જંગ યથાવત, સુપ્રીમમાં કોંગ્રેસ નેતાએ દાખલ કરી પુનર્વિચાર અરજી
મધ્ય પ્રદેશના એક કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટમાં આર્થિક આધાર પર રિઝર્વેશન આપવાને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સમીક્ષા અરજી દાખલ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાને લઈને કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે મધ્યપ્રદેશના એક કોંગ્રેસ નેતાએ આ નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે. નોંધનીય છે કે કોંગ્રેસે પહેલા પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સ્પષ્ટ સહમતિ કે અસહમતિ વ્યક્ત કરી નહોતી.
પૂર્વ ચીફ જસ્ટિસ યૂયૂ લલિતના નેતૃત્વમાં 5 જજોની પીઠે 3:2 ના બહુમતથી ચુકાદો આપ્યો હતો. ચુકાદો બંધારણના 103માં સંશોધનના પક્ષમાં સંભળાવવામાં આવ્યો હતો. પરંતુ પૂર્વ સીજેઆઈ યૂયૂ લલિત અને જસ્ટિસ રવીન્દ્ર ભટે સરકારના નિર્ણય વિરુદ્ધ પોતાનો મત રાખ્યો હતો. બાકી ત્રણેય જજોએ આર્થિક અનામતના સમર્થનમાં પોતાના વિચાર રાખ્યા હતા. તેમનું કહેવું છે કે આ કોટા બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ નથી. આ રીતે જનરલ વર્ગને આર્થિક આધાર પર મળનાર રિઝર્વેશન યથાવત રહેશે. પરંતુ હવે જોવાનું છે કે કોંગ્રેસ નેતાની અરજી પર સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે.
Review petition filed in the Supreme Court against judgement upholding Centre's decision on EWS issues by a Madhya Pradesh Congress leader https://t.co/wpGxqIkMyU
— ANI (@ANI) November 23, 2022
મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા ડો. જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. આ પહેલા કોંગ્રેસ નેતા ઉદિત રાજ પણ આ ચુકાદાનો વિરોધ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતની વાત આવે છે તો ઈન્દિરા સાહની મામલાની વાત કરી 50 ટકા અનામતનો હવાલો આપવામાં આવે છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે અનામતની કોઈ મર્યાદા નથી.
દક્ષિણમાંથી ઉઠ્યો ઈડબ્લ્યૂએસ કોટા વિરુદ્ધ વિરોધ
જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ દક્ષિણ રાજ્યોમાંથી ઉઠતી માંગના દબાવમાં છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ કોંગ્રેસ સહિત ઘણા રાજકીય પક્ષોને બોલાવીને સર્વદળીય બેઠક કરી અને 103માં સંશોધનનો અસ્વીકાર કર્યો હતો. તે હેઠળ 10 ટકા અનામત આપવામાં આવે છે. તમિલનાડુથી ઉઠતા અવાજને જોઈને કોંગ્રેસે કહ્યું હતું કે આ ચુકાદા પર હજુ વિચાર કરી શકાય છે. તેની રાજકીય સમીક્ષા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે