રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર વ્યક્ત કર્યું દુખ
પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેઓ 67 વર્ષના હતાં.
Trending Photos
નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, 'આદરણીય સુષમા જી સદેવ તમામ ભારતીયોના દિલમાં રહેશે. મહત્વનું છે કે પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે એમ્સમાં નિધન થઈ ગયું હતું. તેઓ 67 વર્ષના હતાં.'
સુભાષ ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું, 'પૂરા દેશની જેમ હું પણ સ્તબ્ધ છું. વિશ્વાસ થઈ રહ્યો નથી. આદરણીયા સુષમા જી સદેવ તમામ ભારતીયોના હ્રદયમાં રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'
पूरे देश की तरह मैं भी स्तब्ध हूँ। विश्वास नहीं हो रहा। आदरणीया सुषमा जी सदैव सभी भारतीयों के हृदय में रहेंगी। भगवान उनकी आत्मा को शांति प्रदान करे।
— Subhash Chandra (@subhashchandra) August 6, 2019
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, "ભારતીય રાજકારણના એક શાનદાર અધ્યાયનો અંત આવી ગયો છે. ગરીબોની ભલાઈ માટે અને દેશ સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા નેતાના નિધન પર આખો દેશ દુઃખી છે. સુષમા સ્વરાજ કરોડો લોકોનાં પ્રેરણાસ્રોત હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે