મુંબઇમાં ચોમાસાનો પહેલો વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ
ચોમાસાના આગમનથી શુક્રવાર (28 જૂન) ઘણી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદે જ્યાં મુંબઇવાસીઓને ગરમીથી રાહત આપી છે ત્યાં પહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઇ જતાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ચોમાસાના આગમનથી શુક્રવાર (28 જૂન) ઘણી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદે જ્યાં મુંબઇવાસીઓને ગરમીથી રાહત આપી છે ત્યાં પહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઇ જતાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇના અંધેરી, ધારાવી, વસઇ, કાંદિવલી, બોરિવલી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. બીએમસીએ કોઇ દુર્ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ખોલવાની ના પાડી છે.
#Maharashtra: Rainfall leads to water logging in Dharavi area in Mumbai. pic.twitter.com/6SF17J53Mm
— ANI (@ANI) June 28, 2019
વરસાદના કારણે મુંબઇના તાપમાનમાં પણ ઘટાડો આવ્યો છે. અત્યારે મુંબઇનું તાપમાન 27 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદનો દોર હજુ ચાલુ રહેશે. ત્યારે ઓરંગાબાદમાં પણ ગુરુવારની રાતથી સારો વરસાદ થઇ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રણ વર્ષના દુષ્કાળતી સૂકીભઠ નદીઓમાં પાણીની આવક થવાનું શરૂ થઇ ગયું છે. સાથે જ મરાઠાવાડામાં પણ ભારે વરસાદની આગાહી છે.
સેન્ટ્રલ રેલવે પર વરસાદની અસરના કારણે ટ્રેન અડધો કલાક મોડી ચાલી રહી છે. સવારે મુંબઇ એરપોર્ટ પર પણ વિઝિબિલિટિ ઓછી હતી, જેના કારણે એક ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. જો કે, હાલ ઓપરેશન સામાન્ય ચાલી રહ્યું છે.
ભારતમાં હવામાનની જાણકારી આપનાર પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે ગુરુવારે જ મુંબઇમાં ભારે વરસાદ થવાની આગાહી કરી હતી. સ્કાઇમેટનું કહેવું હતું કે, આગામી 48 કલાકમાં મુંબઇમાં 100 મિમી સુધી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અલીબાગ, કોલ્હાપુર, મુંબઇ સબઅર્બન, નાગપુર, પાલઘર, પુણે, રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, સિધુદુર્ગ અને ઠાણેમાં પણ ભારે વરસાદની આગાહી દર્શાવી હતી.
Maharashtra: Traffic crawls on Western Express Highway as Mumbai receives heavy rainfall. pic.twitter.com/gk5JmvBCo7
— ANI (@ANI) June 28, 2019
ત્યારે સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે, મહારાષ્ટ્રના તટ વિસ્તાર, મુંબઇ, ઠાણે, રત્નાગિરી અને આસપાસના વિસ્તારોમાં આગામી 24-36 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે