કોંગ્રેસનો નવો દાવ: ન્યાયનું વચન કરતા 10 કરોડ પરિવારોને રાહુલ ગાંધીનો પત્ર

કોંગ્રેસ આગામી ત્રણ દિવસની અંદર દેશનાં 10 કરોડ પરિવાર સુધી રાહુલ ગાંધીને પત્ર પહોંચાડશે, જેમાં ન્યાય યોજના ઉપરાંત ભાજપની નિષ્ફળતા અને કોંગ્રેસની યોજનાઓ અંગે માહિતી અપાશે

કોંગ્રેસનો નવો દાવ: ન્યાયનું વચન કરતા 10 કરોડ પરિવારોને રાહુલ ગાંધીનો પત્ર

નવી દિલ્હી : કોંગ્રેસ આગામી ત્રણ દિવસની અંદર દેશનાં 10 કરોડ પરિવારો સુધી રાહુલ ગાંધીનો પત્ર પહોંચાડશે. આ પત્રમાં જણાવાશે કે જો કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં બનશે તો ન્યાય યોજનાને તુરંત જ લાગુ કરવામાં આવશે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સરકાર બન્યા બાદ દર વર્ષે તેમના ખાતામાં 72 હજાર રૂપિયા જમા કરાવાશે. અને તે ઘરની મહિલા સભ્યોનાં ખાતામાં જમા કરાવાશે. તેવો પણ ઉલ્લેખ છે કે તેના પર કોઇ જ ટેક્સ લાગશે નહી.

ન્યાય યોજના ઉપરાંત પત્રમાં મોદી સરકારની નિષ્ફળતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રની ખાસ વાત છે કે આ ઘરના મહિલા સભ્યોનાં નામે લખવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સુત્રો અનુસાર રાહુલ ગાંધીનો લખેલો પત્ર ખાસ કરીને તે સંસદીય વિસ્તારોમાં મોકલવામાં આવશે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર હોય. ત્રીજાથી છઠ્ઠા તબક્કા વચ્ચે થનારી ચૂંટણીમાં મોટા ભાગની સીટો પર કોંગ્રેસ અને ભાજપ સામસામે છે. 

કોંગ્રેસનાં એક સીનિયર નેતાએ જણાવ્યું કે, ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં જાણીબુઝીને આ પત્રને મોકલવામાં આવ્યો છે. તેમનો તર્ક છે કે જો વહેલા તેને મોકલવામાં આવ્યો હોત તો કદાચ મતદાન આવતા સુધી તેની અસર ન રહી હો. સૌ પહેલા 23 એપ્રીલે ત્રીજા તબક્કામાં યોજનાર ચૂંટણીના વિસ્તારોમાં આ પત્રને બે દિવસની અંદર દરેક ઘરે પહોંચાડવામાં આવશે. તેમાં ગુજરાતની 26 સીટોનો પણ સમાવેશ થાય છે. જ્યાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પત્ર દરેક ટાર્ગેટ ઘર સુધી પહોંચે તે માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપરાંત  એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના વર્કરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

કોંગ્રેસ નેતાઓ અનુસાર તેના કારણે પાર્ટીને બમણો લાભ છે. ન્યાયનાં વચન અંગેની તમામ માહિતી સીધી ઘર સુધી પહોંચી રહી છે ઉપરાંત દરેક ઘરે જનસંપર્ક પણ તેના કારણે થઇ રહ્યો છે અને પાર્ટી તે અંગે ફીડબેક પણ લઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news