લખનઉ, મેંગલુરૂ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં જવા પર રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કટાક્ષ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર પરી મોદી સરકાર પર માત્ર મૂડીવાદીઓનો વિકાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક એરપોર્ટને અદાણી ગ્રુપ (Adani Group)ને સોંપવાનો હવાલો આપતા તેમણે ટ્વીટ કર્યુ કે, માત્ર મૂડીવાદીઓનો વિકાસ થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર પરી મોદી સરકાર પર માત્ર મૂડીવાદીઓનો વિકાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક એરપોર્ટને અદાણી ગ્રુપ (Adani Group)ને સોંપવાનો હવાલો આપતા તેમણે ટ્વીટ કર્યુ કે, માત્ર મૂડીવાદીઓનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે લખનઉ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ (Adani group takes over Lucknow airports)ને મળવા સાથે જોડાયેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટ્વીટ અને મેંગલુરૂ એરપોર્ટને અદાણી ગ્રુપને આપવા સાથે જોડાયેલા એક સમાચારના સ્ક્રીનશોટને શેર કર્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, 'વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ માત્ર કેટલાક મૂડીવાદી મિત્રોનો.' હકીકતમાં એરપોર્ટ્સના ખાનગીકરણ વિરુદ્ધ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ અવાજ ઉઠાવી રહ્યાં છે. ટ્વિટર પર StopPrivatization ટ્રેન્ડ થઈ રહ્યો છે.
સોમવારથી અદાણી ગ્રુપનું થઈ ગયું લખનઉ એરપોર્ટ
હકીકતમાં અદાણી ગ્રુપ લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન 2 નવેમ્બરથી આગામી 50 વર્ષ માટે કરશે. તે માટે કેન્દ્ર સરકાર અને અદાણી ગ્રુપમાં કરાર થયો છે. લખનઉ એરપોર્ટ પર સોમવારથી જ ફેરફાર જોવા મળ્યો હતો. એરપોર્ટ પર લાગેલા બોર્ડ પર અદાણી એરપોર્ટ લખી દેવામાં આવ્યું છે.
विकास तो हो रहा है, लेकिन सिर्फ़ कुछ पूँजीपति ‘मित्रों’ का। pic.twitter.com/Tf5mNBOKrU
— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2020
મેંગલુરૂ એરપોર્ટને પણ ટેકઓવર કરી ચુક્યુ છે અદાણી ગ્રુપ
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખનઉ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં જવા સાથે જોડાયેલ ટ્વીટના સ્ક્રીનશોટ શેર કર્યા નથી. સાથે તેમણે મેંગલુરૂ એરપોર્ટ પણ અદાણી ગ્રુપને સોંપવા સાથે જોડાયેલા સમાચારના સ્ક્રીનશોટ શેર કર્યા છે. હકીકતમાં લખનઉના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટની જેમ મેંગલુરૂ એરપોર્ટને પણ અદાણી ગ્રુપે ટેકઓવર કર્યું છે. 31 ઓક્ટોબરથી મેંગલુરૂ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપના હાથમાં આવી ગયું છે. આ સિવાય અમદાવાદ એરપોર્ટને પણ અદાણી ગ્રુપે ટેકઓવર કર્યું છે અને તેનું સંચાલન 11 નવેમ્બરથી ગ્રુપના હાથમાં આવી જશે. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓની સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે.
મથુરાના મંદિરમાં નમાઝ પઢવાના આરોપમાં ફૈસલ ખાનની ધરપકડ, યૂપી પોલીસે દિલ્હીથી ઝડપ્યો
દેશના કુલ 6 એરપોર્ટને અદાણી ગ્રુપે કર્યો ટેકઓવર
હકીકતમાં મોદી સરકારે ફેબ્રુઆરી 2019મા છ એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતું. તેમાં લખનઉ, અમદાવાદ, જયપુર, મેંગલુરૂ, તિરૂવનંતપુરમ અને ગુવાહાટી સામેલ હતા. કંમ્ટીટિવ બિડિંગ પ્રોસેસથી અદાણી એન્ટરપ્રાઇઝે બધાના અધિકાર જીત્યા હતા. કેન્દ્ર સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચે થયેલા એમઓયૂ કરારમાં સેવા ક્ષેત્રની ત્રણ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કસ્ટમ્સ, એમિગ્રેશન, સ્વાસ્થ્ય, એમઈટી અને સિક્યોરિટીની જવાબદારી એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે