રાહુનું ગોચર કરશે મોટી ઉથલપાથલ; 2022માં આ ત્રણ રાશિના જાતકોનું ચમકશે કિસ્મત, સર્જાયો યોગ
રાહુ વિદેશ યાત્રા, મહામારી, રાજનીતિ, યાત્રા વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. રાહુનું ગોચર તમામ 12 રાશિઓના જીવનમાં મોટી ઉથલપાથલ કરશે. અમુક રાશિઓના લોકો માટે આ પરિવર્તન જીવનમાં મોટી ઉથલપાથલ મચાવનાર સાબિત થશે.
Trending Photos
નવી દિલ્હી: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક રાશિઓ પર ગ્રહોની સારી ખરાબ અસરો પડે છે. ત્યારે તહેવારો ટાણે છાયા ગ્રહ રાહુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. તે 18 મહીના પછી 17 માર્ચ 2022ના રોજ રાશિ બદલીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ વિદેશ યાત્રા, મહામારી, રાજનીતિ, યાત્રા વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. રાહુનું ગોચર તમામ 12 રાશિઓના જીવનમાં મોટી ઉથલપાથલ કરશે. અમુક રાશિઓના લોકો માટે આ પરિવર્તન જીવનમાં મોટી ઉથલપાથલ મચાવનાર સાબિત થશે. જ્યારે 3 રાશિવાળા જાતકોને રાહુ ગોચર જબરદસ્ત ફાયદો કરાવશે.
રાહુનું ગોચર ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય
મિથુન (Gemini) : રાહુનું ગોચર મિથુન રાશિના 11મા ભાવમાં એટલે કે આવકના ઘરમાં રહેશે. તેથી, આ ગોચરથી મિથુન રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. તેમને એકથી વધુ રીતે ધન પ્રાપ્તિ થશે. તમને પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળશે. વ્યાપારીઓને મોટો ફાયદો થશે. રોકાણ પણ ઘણો નફો લાવશે.
કર્ક (Cancer): કર્ક રાશિના નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ભાવ નસીબ અને વિદેશ યાત્રાનો ભાવ હોય છે. તેથી, 17 માર્ચ પછી આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, સાથે જ તેમને વિદેશ જવાની તક પણ મળી શકે છે. અત્યાર સુધી જે કામ અટકેલા હતા તે રાહુના સંક્રમણ પછી ઘણા બનવા લાગશે. વેપારીઓને પણ ઘણો ફાયદો થશે.
મીન (Pisces) : રાહુનું ગોચર મીન રાશિના બીજા ભાવમાં થશે, જે વાણી અને પૈસાનું ઘર છે. એટલે કે રાહુની રાશિ બદલતા જ મીન રાશિના લોકોને ખૂબ જ ધનલાભ થશે. તેમની આવકમાં વધારો થશે, તમને અચાનક ક્યાંકથી પૈસા મળશે. પૈસા ક્યાંક અટવાયા હશે તો તે પણ હવે પાછા મળશે. તેના સિવાય વાણીના આધારે મોટા કામો પણ સરળતાથી થઈ જશે. કરિયર માટે પણ આ સમય ફાયદાકારક રહેશે. દરેક વ્યક્તિની પ્રશંસા અને સન્માન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે