#OperationPilot: ગેહલોતને મળ્યા બધા અધિકાર, શું સચિન માટે કોંગ્રેસના દરવાજા બંધ?

રાજસ્થાનમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે આ દરમિયાન જયપુરમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં 109 ધારાસભ્ય પહોંચ્યા. તમામને હોટલની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ બેઠકમાં સરકાર વિરૂદ્ધ કામ કરનાર કાર્યકર્તાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

#OperationPilot: ગેહલોતને મળ્યા બધા અધિકાર, શું સચિન માટે કોંગ્રેસના દરવાજા બંધ?

નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે આ દરમિયાન જયપુરમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં 109 ધારાસભ્ય પહોંચ્યા. તમામને હોટલની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ બેઠકમાં સરકાર વિરૂદ્ધ કામ કરનાર કાર્યકર્તાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રસ્તાવમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ સરકાર અથવા પાર્ટીને નબળી પાડવા માટે કાવતરું રચનાર ધારાસભ્યો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. 

ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોંગરેસ સચિન પાયલોટ વિરૂદ્ધ કડક પગલાં લઇ શકે છે. સચિન પાયલટના કોંગ્રેસમાં રહેવાની સંભાવનાઓ ઓછી દેખાઇ રહી છે. આ જે અશોક ગેહલોતએ જે શક્તિ પ્રદર્શન કર્યું તે સચિન પાયલોટ માટે એક સ્પષ્ટ સંદેશ છે. ઓછા ધારાસભ્યો સાથે હોવાનો અર્થ સચિન પાયલટનું પાર્ટીમાં વર્ચસ્વ ઓછું થઇ ગયું છે. 

અશોક ગેહલોત બહુમતનો દાવા પહેલાં જ કરી ચૂક્યા છે તેનો અર્થ સચિન પાયલટથી સરકારને કોઇ ખતરો નથી. હવે સવાલ ઉભા થઇ રહ્યા છે કે ગેહલોતને બધા અધિકાર મળ્યા બાદ શું સચિન પાયલોટ માટે કોંગ્રેસના દરવાજા બંધ થઇ ગયા છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news