કેરળના જે ગુરુવાયૂર મંદિરમાં PM મોદીએ કરી પૂજા, તેનું ગુજરાત સાથે છે કનેક્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. અહીં 'તુલા ભરણ' પૂજન પરંપરા હેઠળ તેમને કમળના ફૂલોથી તોલવામાં આવ્યાં હતાં. પૂજા અર્ચના માટે 112 કિલોગ્રામ કમળના ફૂલ ખરીદવામાં આવ્યાં હતાં. ત્રિસુરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી મશહૂર મંદિરોમાંથી એક છે. આ પ્રાચીન મંદિરનો સંબંધ ગુજરાત સાથે હોવાનું મનાય છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા થાય છે. આ મંદિર વિશેની વાતો જાણવા જેવી છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના જાણીતા ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. અહીં 'તુલા ભરણ' પૂજન પરંપરા હેઠળ તેમને કમળના ફૂલોથી તોલવામાં આવ્યાં હતાં. પૂજા અર્ચના માટે 112 કિલોગ્રામ કમળના ફૂલ ખરીદવામાં આવ્યાં હતાં. ત્રિસુરનું ગુરુવાયૂર મંદિર કેરળના સૌથી મશહૂર મંદિરોમાંથી એક છે. આ પ્રાચીન મંદિરનો સંબંધ ગુજરાત સાથે હોવાનું મનાય છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની પૂજા થાય છે. આ મંદિર વિશેની વાતો જાણવા જેવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુરુવાયૂર પહોંચ્યા જ્યાં તેમણે પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી. મંદિરમાં મોદીનું તુલાદાન થયું. તુલાદાન કૃષ્ણ મંદિરની મહત્વપૂર્ણ રીતિ છે. અહીં એક વ્યક્તિને ત્રાજવા પર બેસાડીને તેમના વજન જેટલો સામાન ફૂલ, અન્ન, ફળો વગેરે ભગવાનને દાન કરાય છે. પૂજા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરી કે તેમણે દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી.
આ નામોથી ઓળખાય છે આ મંદિર
ગુરુવાયૂરનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. આ મંદિરમાં કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે. આ ઉપરાંત મંદિરમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોને પણ દર્શાવાયા છે. આ મંદિર દક્ષિણની દ્વારકા અને ભૂલોકના વૈકુંઠ નામે પણ ઓળખાય છે. એવી માન્યતા છે કે ગુરુવાયૂર મંદિરમાં કૃષ્ણ મૂર્તિ કળિયુગના પ્રારંભમાં સ્થાપિત કરાઈ. ત્રિસુરને કેરળની દ્વારકા પણ કહે છે. પીએમ મોદી તરફથી કરાયેલી ખાસ પૂજામાં 112 કિગ્રા કમળના ફૂલોનો ઉપયોગ થયો.
પીએમ મોદીએ મંદિરમાં કરી પૂજા...જુઓ વીડિયો
આ રીતે પડ્યું ગુરુવાયૂર મંદિર નામ
આ મંદિરનું નામ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, પવનદેવ, વાયુ અને ઉર એટલે કે પૃથ્વીના નામ મળીને બનેલું છે. તેની પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. પૌરાણિક કથા મુજબ મંદિરમાં સ્થિત મૂર્તિ પહેલા ગુજરાતના દ્વારકામાં સ્થાપિત હતી. દ્વારકા પુરી જ્યારે સંપૂર્ણ રીતે જળમગ્ન થઈ ગઈ ત્યારે આ મૂર્તિ પૂરમાં તણાઈ ગઈ હતી. મૂર્તિને વહેતી જોઈને ગુરુએ પવનદેવ પાસે સહાયતા માંગી અને મૂર્તિને પવિત્ર સ્થાન પર સ્થાપિત કરવા માટે નીકળી પડ્યાં.
દેવતાઓ પહોંચ્યા કેરળ
બૃહસ્પતિ દેવ અને વાયુદેવ યોગ્ય સ્થાનની શોધમાં કેરળ પહોંચ્યા. બંનેને ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન થયાં. ભગવાન શિવની આજ્ઞાથી તેમણે બાળ સ્વરૂપ કૃષ્ણની મૂર્તિને કેરળમાં જ સ્થાપિત કરી દીધી. આ મૂર્તિની સ્થાપના ગુરુ અને વાયુદેવે મળીને પવિત્ર સ્થાને કરી હતી. આથી આ મંદિરનું નામ ગુરુવાયૂરના નામથી પ્રસિદ્ધ થયું.
મંદિરમા પ્રવેશ માટે ડ્રેસ કોડ
મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિને ચાર હાથ છે. જેમાં એક હાથમાં શંખ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં કુમુદની ગદા, ચોથા હાથમા ભગવાનના કમળ પુષ્પ છે. શ્રદ્ધાળુઓની સંખ્યા જોતા ભારતના ચાર પ્રમુખ મંદિરોમાં તેનું સ્થાન છે. મંદિરમાં પ્રવેશ માટે ખાસ ડ્રેસ કોડ છે. પુરુષ કમર પર મુંડુ પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, છોકરીઓ લાંબુ સ્કર્ટ અને બ્લાઉઝ પહેરીને જ મંદિરમાં પ્રવેશી શકે છે.
Kerala: Prime Minister Narendra Modi arrives at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/AaTKpfBlQT
— ANI (@ANI) June 8, 2019
તુલાદાનનું ખાસ મહત્વ
પીએમ મોદીએ આજે ગુરુવાયૂર કૃષ્ણ મંદિરમાં દર્શન બાદ તુલા દાન પણ કર્યું. આ તુલા ભરણ પૂજન પરંપરા હેઠળ તેમને કમળના ફૂલોથી તોલવામાં આવ્યાં. તુલાદાનની શરૂઆત દ્વારકાથી થઈ હતી. ભગવાન કૃષ્ણનું તુલાદાન તેમની પત્ની સત્યભામાએ કર્યું હતું. શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર સામ્બના સ્વાસ્થ્ય લાભ માટે તુલાદાન કર્યું હતું. અર્જૂન જ્યારે દ્વારકા ગયાં તો તેમણે પણ તુલા દાન કર્યું હતું. આજે આ ઘટનાઓની યાદમાં દ્વારકાધીશ મંદિરની સાથે જ તુલાદાન મંદિર પણ છે. અહીંના મંદિરના પૂજારીઓ જણાવે છે કે તુલાદાનથી નવગ્રહોના દોષ દૂર થાય છે.
પીએમ મોદીની મંદિર મુલાકાત અને તુલા દાન....
મંદિરમાં 20 મિનિટ સુધી રહ્યાં પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું કે ગુરુવાયૂરનું મંદિર દિવ્ય અને ભવ્ય છે. ભારતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પૂજા કરી. તેમણે મંદિરમાં તુલાદાન સમયની એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે ગુરુવાયૂર મંદિરથી એક પવિત્ર ક્ષણ. મંદિરના સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાને ભગવાન કૃષ્ણને કલદી ફળ, કમળ અને ઘી ચઢાવ્યાં. પીએમ મોદી લગભગ 20 મિનિટ સુધી મંદિરમાં રહ્યાં. ત્યારબાદ તેઓ પગપાળા જ પરિસરમાં આવેલા મંદિરના અતિથિ ગૃહ શ્રીવત્સમ પહોંચ્યાં.
Kerala: Prime Minister Narendra Modi offers prayers at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/nJIH2tDW3f
— ANI (@ANI) June 8, 2019
પરંપરાગત કપડામાં કરી પૂજા
કેરળના પરંપરાગત કપડા ધોતી અને શાલ પહેરીને પીએમ મોદીનું પરંપરાગત પૂર્ણકુંભ સાથે સ્વાગત કરાયું. તેમની સાથે કેરળના રાજ્યપાલ પી સદાશિવમ, કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન અને રાજ્યના દેવસ્વઓમ મંત્રી કદકમપલ્લી સુરેન્દ્ર પણ મંદિર પહોંચ્યા હતાં. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં લેતા શુક્રવારથી જ મંદિરની આસપાસ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી હતી.
અભિનંદન સભાને કરી સંબોધિત
મોદી સવારે નવ વાગ્યેને 20 મિનિટે કોચ્ચિથી રવાના થયા હતાં. તેમનું હેલિકોપ્ટર 9:50 વાગે શ્રી કૃષ્ણ કોલેજના મેદાનમાં ઉતર્યું. પીએમ કોચ્ચિ નેવી બેઝથી નેવીને ખાસ હેલિકોપ્ટરથી અહીં પહોંચ્યાં. મંદિરમાં લગભગ એક કલાકના દર્શન બાદ તેમણે ભાજપની કેરળ રાજ્ય સમિતિ દ્વારા આયોજિત અભિનંદન સભાને સંબોધિત કરી. તે અગાઉ પીએમ મોદી શુક્રવારે રાતે કોચ્ચિ પહોંચ્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે