પીએમ મોદીનો કોરોના પર રાષ્ટ્રના નામે સંદેશ- જબ તક દવાઈ નહીં, તબ તક ઢિલાઈ નહીં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા છે. બપોરે આશરે 1 કલાકે ટ્વીટ કરીને પીએમ મોદીએ આ જાણકારી આપી હતી. કોરોના વાયરસ સંકટ વચ્ચે પીએમ મોદી અત્યાર સુધી દેશની જનતા સાથે છ વખત વાત કરી ચુક્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, થોડી બેદરકારી આપણી ખુશી ઓછી કરી શકે છે.
પીએમ મોદીનું દેશની જનતાને સંબોધન
- બે ગજની દૂરી, સમય-સમય પર સાબુથી હાથ ધોવા અને માસ્કનું ધ્યાન રાખોઃ પીએમ મોદી
- યાદ રાખો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં. એક મુશ્કેલ સમયથી નિકળીને આપણે આગળ વધી રહ્યાં છીએ, થોડી બેદરકારી આપણી ગતિને રોકી શકે છે, આપણી ખુશીને ઠેસ પહોંચાડી શકે છે. જીવનની જવાબદારીઓ નિભાવવી અને સાવચેતી આ બંન્ને સાથે સાથે ચાલશે ત્યારે જીવનમાં ખુશીઓ જળવાઇ રહેશેઃ પીએમ મોદી
- કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે, તે જલદીથી જલદી પ્રત્યેક ભારતીય સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે તે માટે સરકાર તૈયારી કરી રહી છે. એક-એક નાગરિક સુધી વેક્સિન પહોંચે, તે માટે ઝડપથી કામ થઈ રહ્યું છે.
- વર્ષો બાદ આપણે જોઈ રહ્યાં છીએ કે માનવતાને બચાવવા માટે યુદ્ધસ્તર પર કામ થઈ રહ્યું છે. અનેક દેશ તેના માટે કામ કરી રહ્યાં છે. આપણા દેશના વૈજ્ઞાનિક પણ વેક્સિન માટે કામ કરી રહ્યાં છે. ભારતમાં હાલ કોરોનાની ઘણી વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમાં કેટલીક એડવાન્સ સ્ટેજ પર છે.
- જ્યાં સુધી પૂરી સફળતા ન મળી જાય, બેદરકારી ન કરવી જોઈએ. જ્યાં સુધી મહામારીને વેક્સિન ન આવી જાય, આપણે કોરોના સામે લડાઈ નબળી પડવા દેવી નથીઃ પીએમ
- તમે ધ્યાન રાખો, અમેરિકામાં જે થયું, કે પછી યૂરોપના બીજા દેશ, આ દેશોમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં હતા પરંતુ અચાનક વધવા લાગ્યાઃ પીએમ
- જો તે બેદરકારી વર્તો છો, માસ્ક વગર બહાર નિકળો છો, તો તમારી જાતને, તમારા પરિવારને, તમારા બાળકોને વૃદ્ધોને એટલા મોટા સંકટમાં મુકી રહ્યાં છોઃ પીએમ
- સેવા પરમો ધર્મઃના મંત્ર પર ચાલતા આપણા ડોક્ટરો, નર્સ, હેલ્થ વર્કર્સ, આટલી મોટી વસ્તીની નિસ્વાર્થ સેવા કરી રહ્યાં છે. આ બધાના પ્રયાસો વચ્ચે આ સમયે બેદરકાર થવાનું નથી. આ સમય માની લેવાનો નથી કે કોરોના ચાલ્યો ગયો, કે પછી કોરોનાથી કોઈ ખતરો નથીઃ પીએમ મોદી
- આજે દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુદર ઓછો છે. દુનિયાના સાધન-સંપન્ન દેશોની તુલનામાં ભારત વધુમાં વધુ નાગરિકોના જીવ બચાવવામાં સફળ રહ્યું છે. કોવિડ મહામારી વિરુદ્ધ લડાઈમાં ટેસ્ટની વધતી સંખ્યા એક મોટી તાકાત રહી છે.
- સમયની સાથે આર્થિક ગતિવિધિઓમાં તેજી આવી છે. મોટાભાગના લોકો જવાબદારીઓ નિભાવવા માટે, ફરીથી જીવનને ગતિ આપવા માટે બહાર નિકળી રહ્યાં છે. તહેવારોની સીઝનમાં બજારોમાં પણ રોનક ધીરે-ધીરે પરત આવી રહી છે.
- કોરોના વિરુદ્ધ લડાઈમાં જનતા કર્ફ્યૂથી લઈને આજ સુધી આપણે ભારતવાસીઓએ ખુબ લાંબી સફર કાપી છેઃ પીએમ મોદી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે