પીએમ મોદીએ AAP પર સાધ્યું નિશાન, જે' દેશ બદલવા આવ્યાં હતાં તે પોતે બદલાઈ ગયા'
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીની સાત લોકસભા સીટો પર પ્રચાર પહોચ્યા હતા.
Trending Photos
દિલ્હી: લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીની સાત લોકસભા સીટો પર પ્રચાર પહોચ્યા હતા. દિલ્હીમાં ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ અને દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી સાથે થશે. દિલ્હીમાં સભા પર સ્થળ પર પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરી હતી. ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાને પાંચ વર્ષમાં ભાજપ સરકારે કરેલા કાર્યો અંગે વાત કરી હતી.પીએમ નરેન્દ્ર મોદી રામલીલા મેદાનમાં આયોજિત જનસભામાં કહ્યું કે દિલ્હીમાંથી ભાજપને ભરપૂર પ્રેમ મળતો રહ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં પંજાબનો જોશ, દક્ષિણ ભારતની સૌમ્યતા, પૂર્વાંચલની મીઠાસ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના મોટા નિર્ણયોમાં દિલ્હીવાસીઓએ સાથ આપ્યો છે. દિલ્હી મેટ્રોમાં સફર કરતી વખતે લોકોને મળવું એ મારા માટે યાદગાર ક્ષણ હોય છે.
પીએમ મોદીએ કહ્યું કે એ મારું સૌભાગ્ય છે કે દેશમાં મને સેવા કરવાની તક મળી છે. જીએસટીએ ટેક્સના જાળાને ખતમ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે પહેલા ઈન્ડિયા ગેટથી ગાઝીપુર બોર્ડર સુધી જવા માટે લગભગ એક કલાક લાગતો હતો. આજે ફક્ત 15થી વીસ મિનિટ લાગે છે. આજે ધૌલાકુવાં પર લોકોને ટ્રાફિક જામથી મુક્તિ મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, 'અમે મીડલ ક્લાસનું સન્માન કરતા 5 લાખ રૂપિયા સુધીની ટેક્સેબલ ઈન્કમને ટેક્સના દાયરામાંથી બહાર કરી છે.' રામલીલા મેદાનામાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થનનો ઉમટી પડ્યા હતા. મેદાનમાં મોદી મોદીના નારા લગ્યા હતા.
'રાજીવ ગાંધીએ 10 દિવસ સુધી INS વિરાટમાં રજાઓ ગાળી'
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હતો, તેનું અપમાન કર્યું હતું. આ વાત ત્યારની છે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતાં અને 10 દિવસની રજાઓ મનાવવા ગયા હતાં. પીએમ મોદીએ કહ્યું કે રાજીવ ગાધીની સાથે રજાઓ ગાળવામાં તેમના સાસરીયા એટલે કે ઈટાલીવાળા પણ સામેલ હતાં. સવાલ એ છે કે શું વિદેશીઓને ભારતના વોરશિપ પર લઈ જઈને તે વખતે દેશની સુરક્ષા સાથે રમત નહતી રમાઈ? ફક્ત એટલા માટે કારણ કે તેઓ રાજીવ ગાંધીના સાસરીયાવાળા હતાં.
જુઓ LIVE TV
PM મોદીએ આપ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ચાર અલગ અલગ પ્રકારની રાજનીતિક પરંપરાઓ રહી છે. પહેલી- નામપંથી, બીજી વામપંથી, ત્રીજી દામ અને દમનપંથી તથા ચોથી-વિકાસપંથી. પરંતુ દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે જેણે પોલિટિકલ કલ્ચરનું પાંચમુ મોડલ પણ જોયું. એ છે નાકામપંથી. એટલે કે જે દિલ્હીના વિકાસ સંલગ્ન દરેક કામને ના કહે છે અને જે કામ કરવાની કોશિશ પણ કરે તો નિષ્ફળ રહે છે.
આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે દિલ્હીમાં નાકામપંથી મોડલે અરાજકતા તો ફેલાવી જ છે પંરતુ સાથે સાથે દેશની સાથે વિશ્વાસઘાત કર્યો છે. નાકામપંથીઓએ આમ આદમીની છબીને બદનામ કરી છે. નાકામપંથીઓએ કરોડો લોકોના વિશ્વાસને ચકનાચૂર કર્યો છે. આ લોકો નવી વ્યવસ્થા આપવા આવ્યાં હતાં પરંતુ પોતે જ અવ્યવસ્થા અને અરાજકતાનું બીજુ નામ બની ગયાં.
પીએમ મોદીએ કહ્યું કે આ લોકોએ પહેલા દરેકને એલફેલ કહ્યું અને પછી ઘૂંટણિયે પડીને માફી માંગી. તેમણે દેશમાં નવા રાજકારણના પ્રયત્નોને પણ નિષ્ફળ કર્યાં. આ લોકો દેશ બદલવા આવ્યાં હતાં પરંતુ પોતે જ બદલાઈ ગયાં.
'કોંગ્રેસે સિખ રમખાણોમાં થયેલા અન્યાયનો હિસાબ આપવો પડશે'
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ આજકાલ ન્યાયની વાત કરવા લાગી છે. પરંતુ કોંગ્રેસે સિખ રમખાણોમાં થયેલા અન્યાયનો હિસાબ આપવો પડશે. કોંગ્રેસ જણાવે કે આ રમખાણોના આરોપીને મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે