2029માં પણ ફરી પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી? 5 વર્ષ પહેલા જ આપી દીધો સંકેત, જાણો શું કહ્યું
પીએમ મોદીએ ઈશારામાં એ વાતનો સંકેત આપી દીધો છે કે પાંચ વર્ષ બાદ કેન્દ્રમાં કોની સરકાર હશે અને તેઓ 2029માં ચોથીવાર સત્તા પર પાછા ફરશે કે નહીં.
Trending Photos
વર્ષ 2029ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત ભલે ન મળ્યો પરંતુ પીએમ મોદીને પૂરેપૂરો ભરોસો છે કે 2029માં તેઓ ફરીથી પ્રધાનમંત્રી જરૂર બનશે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનની ચર્ચા ભલે હજું પૂરી ન થઈ હોય, રહી રહીને પણ તેની ચર્ચા થયા કરે છે. ભાજપ આવનારી ચૂંટણીમાં ફૂંકી ફૂંકીને ડગ માંડી રહ્યો છે. આ બધા વચ્ચે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહી દીધુ કે પાંચ વર્ષ બાદ એટલે કે 2029માં કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે.
2029માં પીએમ બનશે મોદી?
પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે તેઓ 2029માં રેકોર્ડ ચોથીવાર સતત સત્તામાં પાછા ફરશે. પીએમ મોદીએ ઈશારા ઈશારામાં જ એ વાતનો સંકેત આપી દીધો હોય કે પાંચ વર્ષ બાદ કેન્દ્રમાં ફરીથી એનડીએની સરકાર જ બનશે. મુંબઈમાં Global FinTech Festને કરેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે પાંચમી ફિનટેક ફેસ્ટ છે અને પાંચ વર્ષ બાદ થનારા દસમા ફિનટેક ફેસ્ટમાં પણ તેઓ આવશે. એટલે કે પીએમ મોદીએ સંકેતમાં જણાવી દીધુ કે પાંચ વર્ષ બાદ પણ કેન્દ્રમાં તેમની જ સરકાર બનશે અને તેઓ પીએમ તરીકે ફિનટેક ફેસ્ટમાં ભાગ લેશે. ફિનટેક ફેસ્ટમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમારું બેસ્ટ હજુ સામે આવવાનું બાકી છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ પોતાના એક્સ એકાઉન્ટ પર પીએમ મોદીનો આ વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બીજુ શું કહ્યું પીએમ મોદીએ
ભારતના ફિનટેક નવાચારને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે પહેલા ભારતમાં આવનારા વિદેશી મહેમાનો તેની સાંસ્કૃતિક વિવિધતાથી ચકિત થતા હતા પરંતુ હવે તેઓ તેની ફિનટેક વિવિધતાથી પણ ચકિત છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની ફિટનેક ક્રાંતિ વ્યાપક છે અને તેને તમે એરપોર્ટ પહોંચવાથી લઈને સ્ટ્રીટ ફૂડ અનો શોપિંગ સેન્ટર સુધી જોઈ શકો છો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં મે ઉદ્યોગને 31 બિલિયન અમેરિકી ડોલરથી વધુનું રેકોર્ડ રોકાણ મળ્યું છે અને સ્ટાર્ટ અપમાં 500 ટકાનો વધારો જોવા મળ્યો છે.
તેમણે કહ્યું કે સસ્તા મોબાઈલ ફોન, સસ્તા ડેટા અને ઝીરો બેલેન્સતી શરૂ થનારા જન ધન ખાતાઓએ આ ક્રાંતિ લાવી દીધી છે. વિપક્ષ પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે અનેક લોકોએ ભારતની ફિનટેક પ્રગતિ વિશે આશંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગામડાઓમાં ઈન્ટરનેટ કનેક્શન અને વીજળી કનેક્શન નથી. તેમણે આશ્ચર્ય જતાવતા કહ્યું કે જ્યારે જ્ઞાનની દેવી સરસ્વતી મા જ્ઞાન પ્રદાન કરી રહ્યા હતા ત્યારે કેટલાક સ્વયંભૂ વિશેષજ્ઞ પહેલેથી જ શંકા વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ સવાલ કરતા હતા કે ફિનટેક ક્રાંતિ કેવી રીતે થઈ શકે. તેઓ મારા જેવા ચાવાળાને પણ પૂછતા હતા. તેમણે કહ્યું કે આમ છતાં ફક્ત એક દાયકામાં ભારતે એક ઉલ્લેખનીય પ્રગતિ જોઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે