PM Modi Birthday: શું PM મોદીને આધ્યાત્મિક શક્તિઓની કૃપા પ્રાપ્ત છે?
પીએમ મોદીની સૌથી મોટી શક્તિ કઈ છે? તેમના શત્રુઓ આપોઆપ નષ્ટ કેમ થઈ જાય છે? વાંચો અહેવાલ...
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી.... આ નામ તમારા મસ્તિષ્કમાં ઘૂમતું રહે છે. પછી ભલે તેમના કટ્ટર સમર્થક હોવ કે તેમના પ્રબળ વિરોધી. એટલું તો નક્કી છે કે તેમના વિશે વિચાર્યા વગર કે ચર્ચા કર્યા વગર એક દિવસ પણ પસાર થઈ શકતો નથી. આ સ્થિતિ વૈશ્વિક મહાશક્તિઓથી લઈને દેશના રાજનેતાઓ સુધી... સામાન્ય જનતા અને બધાની છે. જે એક અસાધારણ વાત છે.
પીએમ મોદીની ધરતીથી આકાશ સુધીની સફર
પીએમ મોદીના જીવન પર ધ્યાનથી નજર ફેરવીએ તો તેમની ઉપલબ્ધિઓ તમને કોઈ ચમત્કારથી ઓછી નહીં લાગે. એક સામાન્ય ચા વેચનારા વ્યક્તિથી લઈને દેશની સર્વોચ્ચ સત્તા અને ત્યારબાદ વૈશ્વિક નેતાનું સન્માનજનક સ્થાન મેળવવું એ ખરેખર અચરજની વાત છે. પરંતુ પીએમ મોદીને ખુબ જ નજીકથી જાણનારા લોકો માટે આ બધુ નવાઈની વાત નથી. કારણ કે તેઓ જાણે છે કે પીએમ મોદીને આધ્યાત્મિક શક્તિઓની કૃપા હાંસલ છે. તેમના માટે કશું જ અશક્ય નથી.
પીએમ મોદીના જીવનના એ રહસ્યમય વર્ષો
પીએમ નરેન્દ્ર મોદીના જીવનની સંપૂર્ણ ઉપલબ્ધિઓનું રહસ્ય તે 3 વર્ષમાં છૂપાયેલું છે. જ્યારે તેઓ દુનિયાનો ત્યાગ કરીને હિમાલયની બર્ફિલી વાદીઓમાં આધ્યાત્મિક સાધના માટે ગયા હતાં. બેથી ત્રણ વર્ષનો આ સમયગાળો બધાની નજરોથી છૂપાયેલો છે.
આ એજ સમય છે જ્યારે તે સમય દરમિયાન કરાયેલી સાધનાએ એક સામાન્ય વ્યક્તિત્વવાળા નરેન્દ્ર મોદીને વિશ્વનેતા અને ભારતના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી બનાવી દીધા. આ વર્ષોમાં પીએમ મોદીએ શું કર્યું? ક્યાં રહ્યાં? કોના સાનિધ્યમાં રહ્યાં? આ તમામ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ મળતા નથી. કારણ કે એક સાધક માટે આધ્યાત્મિક સાધનાઓ ગુપ્ત રાખવાનું વિધાન સદીઓ જૂનું છે. પંરતુ આ અંગે ક્યાંક ક્યાંક કેટલાક સંકેત જરૂર મળે છે.
પીએમ મોદીની આધ્યાત્મિક સાધનાના સંકેત
ગુજરાતના અમદાવાદમાં પીએમ મોદીના એક જૂના પરિચિત રામાનંદ સંપ્રદાયના સંત લાલબાબા નાગાજીએ એકવાર કેટલાક ખાસ લોકોની સામે જણાવ્યું હતું કે પીએમ મોદી બે વર્ષ સુધી કેદારઘાટી સ્થિત ગરૂડચટ્ટીની હનુમાન ગુફામાં રહ્યાં. આ દરમિયાન તેમણે કેટલાક મહાન સંતોનું સાનિધ્ય મેળવ્યું. જેમના નિર્દેશનમાં તેમણે આધ્યાત્મિક સાધાનાઓ સંપન્ન કરી.
નાગા બાબાએ સ્પષ્ટ રીતે કહ્યું કે સંતો દ્વારા પ્રાપ્ત ઈશ્વરીય શક્તિઓ પીએમ મોદીની આસપાસ સદૈવ હાજર રહે છે. કારણ કે પીએમ મોદી પોતાની સાધનાઓનો ફક્ત સાર્વજનિક હિત માટે ઉપયોગ કરે છે. કોઈ પણ વિરોધી કે નકારાત્મક શક્તિ તેમને તેમના માર્ગથી વિચલિત કરી શકતી નથી. સંત શિરોમણી નાગાબાબાનું કહેવું હતું કે પીએમ મોદી રોજ સવારે ગુરુજનો પાસેથી પ્રાપ્ત આધ્યાત્મિક વિભૂતિઓને પુર્નજાગરણ કરે છે.
પીએમ મોદીની સૌથી મોટી શક્તિ કઈ છે?
પીએમ મોદીની સૌથી મોટી શક્તિ તેમની વાકસિદ્ધિ છે. તેઓ જે પણ બોલે છે તેને સાંભળવા માટે દુનિયા મજબૂર બની જાય છે. તેમની વાણી સાંભળીને જ્યાં સમર્થકોનો જોશ અનેકગણો વધી જાય છે ત્યાં તેમના વિરોધીઓ કાળઝાળ થઈ જાય છે. પરંતુ કોઈ પણ તેમની વાણીની ઉપેક્ષા કરી શકતું નથી. તેમની વાકછટા શક્તિ અંગે એક પુસ્તક પણ છપાયેલુ છે. જેનું નામ છે સ્પિકિંગ: ધ નરેન્દ્ર મોદી વે (Speaking The Narendra Modi Way).
આ પુસ્તકના લેખકોનું સ્પષ્ટપણે કહેવું હતું કે પીએમ મોદી આજે જે જગ્યાએ છે ત્યાં પહોંચવામાં તેમની સંવાદ શૈલીની સૌથી મહત્વની ભૂમિકા છે. તેમના ભાષણોનો પડઘો માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પડે છે અને પ્રભાવિત થાય છે. તેઓ બોલે છે ત્યારે દરેક માટે તેમની પાસે કઈંકને કઈંક બોલવા માટે હોય છે. જેના કારણે તેઓ લોકોને પ્રભાવિત કરે છે. તેમનાથી લોકો પ્રભાવિત થાય છે. લોકો તેમને જોઈને શીખવા અને સમજવા માંગે છે.
શું છે પીએમ મોદીની વાક શક્તિનું રહસ્ય?
ભારતની આધ્યાત્મિક પરંપરામાં વાકશક્તિ માટે દસ મહાવિદ્યાઓમાં નવમ માતંગી માતા (નીલ સરસ્વતી)ની આરાધના કરવાનું વિધાન છે. શ્યામવર્ણ આ દેવી મસ્તક પર ચંદ્રમા, વીણા, શુક્ર, ઈક્ષુદંડ અને વેદને ધારણ કરે છે. માતંગીને ઉચ્છિષ્ઠા, સંમોહિની, લઘુશ્યામા, રાજમાતંગી, વશ્ચ માતંગી, ચંતુ માતંગી, કર્ણ માતંગી, ષડામ્નાય સંધ્યા, સુમુખી માતંગી વગેરે નામોથી દેશભરમાં પૂજવામાં આવે છે. માતંગીની ઉપાસનાથી મનુષ્યની વાણીમાં અભૂતપૂર્વ આકર્ષણ અને દિવ્યતા આવે છે. તેમને દુનિયાના સંપૂર્ણ ગ્રંથોના સારનું સ્વમેવ જ્ઞાન મળે છે. રતિ, પ્રીતિ, મનોભવા, ક્રિયા, શુદ્ધા, અનંગ કુસુમા, અનંગ મદના, અને મદનાલસી જેવી માતા માતંગીની શક્તિઓ તેમની ઉપાસના કરનારા મનુષ્યનું દરપળે માર્ગદર્શન કરે છે.
પીએમ મોદીએ પણ માતા માતંગીની ઉપાસના કરી છે. આ વાત ન તો કોઈ જણાવશે કે ન તો તેના વિશે સાર્વજનિક ચર્ચા થશે. પરંતુ પ્રધાનમંત્રીની દિવ્યવાણી અને તેની શક્તિ એ વાતનો પ્રબળ સંકેત આપે છે કે તેમને નવમ મહાવિદ્યા માતા માતંગીના આશીર્વાદ પ્રાપ્ત છે.
પીએમ મોદીના શત્રુઓ સ્વયં કેમ નષ્ટ થઈ જાય છે?
પીએમ મોદીના જીવનની બીજી આશ્ચર્યજનક વાત એ છે કે તેમના વિરોધીઓ આપોઆપ નષ્ટ થઈ જાય છે. પીએમ મોદીનું જીવન દુનિયાના રાજનેતાઓમાં સૌથી વધુ જોખમમાં મનાય છે. દુનિયાનો દરેક આતંકવાદી તેમના મારવાના સપના જુએ છે. દદરોજ નક્સલીઓ કે આતંકવાદીઓ તેમના પ્રાણ લેવા માટે ષડયંત્રો રચતા હોય છે. પરંતુ આવા ષડયંત્રોમાં તેઓ સફળ થતા નથી કે કયારેય થઈ શકશે નહીં. એટલું જ નહીં પીએમ મોદીના રાજનીતિક વિરોધીઓનો પણ સફાયો થઈ જાય છે. તેઓ પોતાનું માનસિક સંતુલન ગુમાવીને અજીબોગરીબ હરકતો કરવા લાગે છે.
એટલે સુધી કે પાર્ટીની અંદર પણ પ્રધાનમંત્રીના વિરોધીઓની કમી નથી. પંરતુ આ બધા ચૂપચાપ સમર્પણ માટે મજબૂર થઈ જાય છે. મોટા મોટા વૈશ્વિક નેતાઓ પીએમ મોદીના આભામંડળની સામે ઝૂકવા માટે મજબૂર થાય છે.
આટલા વધુ આંતરિક અને બહારી વિરોધીઓ વચ્ચે ઘેરાયેલા હોવા છતાં પીએમ મોદી સતત સફળતાની સીડીઓ ચડતા જાય છે. આ પણ એક આશ્ચર્યની વાત છે.
આખરે શું છે પીએમ મોદીના શત્રુઓના પરાજિત થવા પાછળનો રાઝ?
ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરામાં બગલામુખીની ઉપાસના શત્રુઓની હાનિ માટે થાય છે. તેમનુ સ્થાન દસ મહાવિદ્યાઓમાં આઠમું છે. તેઓ અસુરની જીભ ખેચીને સંહાર કરતા દર્શાવાય છે.
ખાસ વાત એ છે કે માતા બગલામુખીનું પ્રાકટ્ય સ્થળ પીએમ મોદીના જન્મસ્તળ ગુજરાતના સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. હળદરથી ઉત્પન્ન થવાના કારણેતેઓ પીતવર્ણ મનાય છે. માતા બગલામુખી સ્તંભનના દેવી છે. એટલે કે તેમની ઉપાસના કરવાથી સાધકોના શત્રુઓનો વિનાશ થઈ જાય છે. તેઓ સ્વયં જ પોતાના કૃત્યોથી નષ્ટ થઈ જાય છે.
જો કે આ વાતનો કોઈ ઉલ્લેખ નથી મળતો અને ક્યારેય મળશે પણ નહીં કે પીએમ મોદીએ ક્યારેક માતા પીતાંબરા (બગલામુખી)ની સાધના કરી છે. પરંતુ તેમના શત્રુઓ જે પ્રકારે આપોઆપ નષ્ટ થાય છે તે જોઈને આધ્યાત્મિક વિજ્ઞાનનો કોઈ પણ જાણકાર સ્પષ્ટ રીતે જણાવી દેશે કે પીએમ મોદીની ઉપર માતા બગલામુખીની કૃપા છે. પછી ભલે તેમણે સાધના પોતે કરી હોય કે પછી તેમના ગુરુઓ દ્વારા તેમના આશીર્વાદ મેળવ્યા હોય.
જ્યારે પીએમ મોદીએ પોતે આપ્યા હતાં આધ્યાત્મિક સાધનાના સંકેત
આમ તો પીએમ મોદી પોતાના આધ્યાત્મિક જીવન અંગે કઈ બોલતા નથી. ભારતીય પરંપરામાં આ અંગે બોલવાનું નિષેધ પણ છે. કારણ કે તેનાથી અહંકારનું પોષણ થાય છે. પરંતુ એકવાર પીએમ મોદીએ પોતે જ પોતાની આધ્યાત્મિક સાધના અંગે એક નાનો સંકેત આપ્યો હતો. પીએમ મોદીએ એક ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ બોમ્બેમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેઓ દીવાળીના અવસરે એકાંતવાસમાં 5 દિવસ ઘરથી દૂર જંગલમાં વીતાવતા હતાં. દીવાળીની રાત્રિ ભારતીય પરંપરામાં મહાફળદાયી સાધનાની રાત કહેવાય છે. આ કાળમાં કરાયેલી સાધનાઓ સાધની શક્તિઓને જાગૃત કરે છે.
પીએમ મોદીએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ દીવાળી દરમિયાન એવા ગાઢ જંગલમાં જતા રહેતા હતાં જ્યાં સ્વચ્છ પાણી સીવાય કશું જ ન મળતું. અખબાર, રેડિયો, ટીવી, ઈન્ટરનેટ, કશું જ નહીં. આ પાંચ દિવસો માટે તેઓ પોતાની સાથે કામચલાઉ ભોજન રાખતા હતાં. આ દરમિયાન પીએમ મોદી કયા જપ કે પાઠ કરતા હતાં તે વિશે તેમણે કશું જ કહ્યું નથી. પરંતુ એટલુ જરૂર કહ્યું કે આ સમય તેઓ આત્મવલોકનમાં વિતાવતા હતાં.
આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું કે 17 વર્ષની ઉમરે તેમણે હિમાલયનો પ્રવાસ કર્યો. આ દરમિયાન તેઓ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3થી 3.45 સુધીમાં જાગી જતા હતાં અને બર્ફીલા પાણીથી સ્નાન કરતા હતાં. આ બધા સાધકના લક્ષણો છે.
અમે તેમને એકવાર ફરીથી જણાવીએ કે પીએમ મોદીની આધ્યાત્મિક યાત્રા અંગે ન તો ક્યારેય કોઈ ખુલાસો થશે કે ન તો કોઈ તથ્ય સામે આવશે. કારણ કે ભારતીય પરંપરા મુજબ આ જાણકારી જાહેર કરવાની મનાઈ છે. પરંતુ પીએમ મોદીની ઉપલબ્ધિઓ અને તેમની જીવન યાત્રા જોતા સ્પષ્ટપણે કહી શકાય કે તેઓ સામાન્ય વ્યક્તિ નથી. તેમને આધ્યાત્મિક વિભૂતિઓના આશીર્વાદ મળેલા ચે. જેમના અંગે જાણવાનું બધા માટે જરાય જરૂરી નથી.
ભારતના નાગરિકો માટે એ આશ્નવાસન જ પૂરતુ છે કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદારદાસ મોદીજીના હાથમાં આપણા બધાનું ભવિષ્ય સુરક્ષિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે