તાંત્રિકે 7 લાખમાં વેચ્યા 4 કબૂતર, કહ્યું- પુત્રનું મોત ટળી જશે, પછી...

એક કબૂતરની કિંમત 1 લાખ 70 હજાર રૂપિયા હતી. પરિવારે બિમાર પુત્રને સાજો કરવાની આશા સાથે આટલી મોટી રકમ પણ ખર્ચ કરવાની વાત સ્વિકારી લીધી. 

તાંત્રિકે 7 લાખમાં વેચ્યા 4 કબૂતર, કહ્યું- પુત્રનું મોત ટળી જશે, પછી...

પુણે: મહારાષ્ટ્રમાં રહેનાર એક પરિવાર અંધવિશ્વાસના ચક્કરમાં એવો પડ્યો કે તેના 7 લાખ રૂપિયા ડૂબી ગયા. જી હાં ચાર કબૂતરોની કિંમત લગભગ 7 લાખ રૂપિયા ચૂકવી. પૂણેમાં એક તાંત્રિકે એક પરિવારને જાળમાં ફસાવી તેમની પાસેથી પૈસા પડાવી લીધા. આ ઘટનાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધા છે.  

આ ઘટના પૂણેના કોંઢવા વિસ્તારમાં રહેનાર એક પરિવાર સાથે થઇ. કહેવામાં આવી રહ્યું છે કે પીડિત પરિવારે પોતાના ઘરના એક સભ્યની બિમારીને લઇને ખૂબ પરેશાન હતા. તમામ પ્રકારની સારવાર છતાં બિમાર પુત્રને આરામ થતો ન હતો. પછી પરિવાર કોઇકના માધ્યમથી તાંત્રિક કુતબુદ્દીન નઝમને મળવા પહોંચી ગયો. 

આરોપી તાંત્રિક કુતબુદ્દીને પરિવારને કહ્યું હતું કે તમારા પુત્ર પર કોઇએ કાળા જાદૂ કરી દીધો છે. જેના લીધે તેનું મોત થઇ શકે છે. મોતનો ડર બતાવીને બાબાએ પીડિત પરિવારને સાડા 6 લાખ 80 હજાર રૂપિયાના કબૂતર ખરીદવા માટે કહ્યું હતું. એટલે કે એક કબૂતરની કિંમત 1 લાખ 70 હજાર રૂપિયા હતી. પરિવારે બિમાર પુત્રને સાજો કરવાની આશા સાથે આટલી મોટી રકમ પણ ખર્ચ કરવાની વાત સ્વિકારી લીધી. 

તાંત્રિકે પીડિત પરિવારને કહ્યું કે કબૂતર ખરીદવાથી મોત ટળી જશે અને તેના જગ્યાએ આ કબૂતરોના મોત થઇ જશે. એવામાં પરિવારની અંદર અંધવિશ્વાસ પેદા થઇ ગયો અને તાત્કાલિક તાંત્રિકની વાત માનીને તેને પૈસા આપી દીધા. 

થોડા દિવસો પસાર થયા બાદ જ્યારે પીડિત પરિવારના પુત્રની તબિયતમાં કોઇ સુધારો આવ્યો નહી અને જાન્યુઆરી અડધો નિકળી ગયો. પછી તાંત્રિકે પૂછ્યું કે પુત્ર તબિયતમાં કોઇ સુધારો થઇ રહ્યો ન હતો. આ વાત પર તાંત્રિક ટાલમટોળ કરતો રહ્યો. દરેક વખતે એમ જ કહેતો હતો કે રાહ જુઓ, બેટા ઠીક થઇ જશે. આખરે પરિવારની આતુરતાનો અંત આવી ગયો. તેમણે ફરી આ મામલાની જાણકારી અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને આપી. 

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ સાથે જોડાયેલા મિલિંદ દેશમુખ અને નંદીની જાધવ તાત્કાલિક હરકતમાં આવી ગયા. કોંઢવા પોલીસ સ્ટેશનમાં જાદૂ ટોણા નિવારણ કાનૂન અંતગર્ત ફરિયાદ દાખલ કરાવી. પોલીસે તાંત્રિક કુતુબુદ્દીનની બુધવારે ધરપકડ કરી લીધી. કુતુબુદ્દીન હવે 22 જાન્યુઆરી સુધી પોલીસની કસ્ટડીમાં છે. તાંત્રિક પાસેથી ત્રણ લાખ રૂપિયા પણ મળી આવ્યા. હજુ સુધી બાકીની રકમ તેની પાસેથી વસૂલવાની બાકી છે. પોલીસે એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ તાંત્રિકે ક્યાં અને કેટલા લોકોને જાળમાં ફસાવ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news