પાટા પરથી ઉતરી ગયા લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા, 40 મુસાફરો ઘાયલ અને 5 અતિગંભીર
Trending Photos
કટક :ઓરિસ્સાના કટક (Cuttack) માં આજે વહેલી સવારે 12879 નંબરની લોકમાન્ય તિલક એક્સપ્રેસ (lokmanya tilak express) ના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માતમાં 40થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાંથી પાંચ મુસાફરોની હાલ અતિગંભીર છે. કહેવાઈ રહ્યું છે કે, માલગાડીના ગાર્ડવૈન સાથે ટ્રેનની ટક્કર થયા બાદ 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ
ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના સ્થળ પર ગાઢ ઘુમ્મસ હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવેએ હેલ્પલાઈન જાહેર કરી દીધી છે. જે નીચે મુજબ છે, જેના પરથી માહિતી મેળવી શકાય છે.
- ભુવનેશ્વર હેડક્વાર્ટર ઓફિસ - 18003457401/402
- ભુવનેશ્વર સ્ટેશન - 0674-1072
- પુરી - 06752-1072
મુસાફરોને નજીકના સ્ટેશન મોકલાયા
ઘટના સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પાંચ લોકો અતિગંભીર હોવાનું સામે આવ્યું છે, જેઓને કટકના મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે. તેમણે કહ્યું કે, ઘટનાસ્થળથી 10-12 કિલોમીટર દૂર છે, જ્યારે કે ભુવનેશ્વર 35 કિલોમીટર દૂર છે. આવામાં મુસાફરોને પહોંચાડવા માટે ખાસ બસોની વ્યવસ્થા કરાઈ છે.
આ ટ્રેન ડાયવર્ટ થઈ
ટ્રેન અકસ્માતને પગલે અન્ય ટ્રેનોને પણ અસર થઈ છે. કેટલીક ટ્રેનોનું શિડ્યુલ ખોરવાયું છે. લોકમાન્ય તિલક એક્સપ્રેસને હાલ પાટા પરથી ઉતારવાનું કામ ચાલી રહ્યું છે, જેને પગલે કેટલીક ટ્રેનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. જેમાં 12880 એક્સપ્રેસ (ભુવનેશ્વર-એલટીટી), 58132 (પુરી-રાઉરકેલા) પેસેન્જર ટ્રેન, 18426 એક્સપ્રેસ (દુર્ગ-પૂરી), 12831 ધનબાદ-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ, 68413 (તાલચેર-પુરી)ને નરજ (Naraj)થી ડાયવર્ટ કરીને આગળ મોકલવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
આ VIDEO પણ ખાસ જુઓ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે