આર્મીને મળ્યા ત્રિશૂલ સહિત આ 5 ઘાતક હથિયાર, ચીની દુશ્મનની હાલત થઈ જશે પતલી
જ્યારે વાત હથિયારોની આવે છે તો આપણી સેના સંપૂર્ણ રીતે ઘાતક હથિયારોથી સજ્જ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં મેડ ઈન ઇન્ડિયા (Made In India) હથિયારો મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો (Indian Soldiers) ની મદદ માટે સામેલ કરવામાં આવ્યા છે
Trending Photos
નવી દિલ્હી: જ્યારે વાત હથિયારોની આવે છે તો આપણી સેના સંપૂર્ણ રીતે ઘાતક હથિયારોથી સજ્જ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં મેડ ઈન ઇન્ડિયા (Made In India) હથિયારો મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો (Indian Soldiers) ની મદદ માટે સામેલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની એક કંપનીએ કેટલાક એવા જ હથિયારો બનાવ્યા છે. જે ક્ષણભરમાં દુશ્મનને નિષ્ક્રિય કરી આપણા સૈનિકોને અપર હેન્ડ આપી શકે છે. ગત વર્ષ સીનની સાથે ગલવાન ખાડીમાં થયેલી અથડામણ જેવી સ્થિતિઓ માટે આ હથિયાર ખુબ જ ખાસ છે.
ગલવાન ખાડીમાં ચીની સૈનિકોએ આધુનિક નોન લીથલ હથિયારોની સાથે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકો પર તાર વાળી લાકડી અને ટેસરથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારતીય સુરક્ષાદળોએ પણ ચીનને પાઠ ભણાવવા માટે બિન-ઘાતક હથિયાર વિકસિત કરવાનો નિર્ણય કર્યો, જેને નોઈડાની એક સ્ટાર્ટ-અપ ફર્મે તૈયાર કર્યા છે.
કિન્નરોને ભૂલેચૂકે આ વસ્તુઓ દાનમાં ન આપતા...નહીં તો પાયમાલ થઈ જશે તમારું જીવન!
પહેલું હથિયાર છે ત્રિશૂલ
જણાવી દઇએ કે, ત્રિશૂલ એક નોન લીથલ હથિયાર છે. જેમાં વીજળી દોડે છે. સાથે જ તેને ગાડીઓને પંચર કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. તેને ઓપરેટ કરવા માટે તેમાં લાગેલું માત્ર એક બટન પ્રેસ કરવાનું હોય છે. તે પછી ત્રિશૂલમાં કરંટ દોડવા લાગે છે.
બીજું હથિયાર છે વજ્ર
તમને જણાવી દઇએ આ વજ્ર મેટલની લાકડી જેવું છે. આમાં પણ વીજળી દોડે છે. તેમાં કાંટાવાળા સ્પાઈક્સ છે. જો કોઈ દુશ્મન આપણી તરફ આગળ વધી રહ્યો છે તો તે દુશ્મનને ટચ કરાવી તેનાથી કરંટ આપી શકાય છે. જો કોઈ બુલેટ પ્રૂફ ગાડી આપણી તરફ આગળ વધી રહી છે તો તેને પણ પંચર કરી શકાય છે.
Homework ની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ? જાણો શાળાઓમાં કઈ રીતે આવ્યો હોમવર્કનો નિયમ!
ત્રીજું હથિયાર છે સેપર પંચ
સેપર પંચ પણ એક નોન લીથલ હથિયાર છે. તેને પણ ચીની દુશ્મનો સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં પણ વીજળી દોડે છે. આ હેન્ડ ટ હેન્ડ કોમ્બેટમાં ઘણું મદદગાર સાબિત થશે. સેપર પંચથી દુશ્મનને કરંટ લાગી શકે છે.
ચોથું હથિયાર છે ભદ્ર
ભદ્ર એક ખાસ પ્રકારની ઢાલ છે. આ જવાનોને પથ્થરોના હુમલાથી બચાવશે. ભદ્રના એક સેક્શનમાં વીજળી દોડે છે. તેની મદદથી દુશ્મનોને પાઠ ભણાવી શકાય છે. તેમાંથી એક તેજસ્વી લાઈડ નીકળે છે જે દુશ્મનને ટેમ્પરેરી અંધ કરી શકે છે.
સપનાનું ઘર, ગાડી લેવી થઇ સસ્તી! આ બેન્કએ Home-Auto Loan કરી સસ્તી
પાંચમું હથિયાર છે દંડ
દંડ વીજળીથી ચાલતો એક ડંડો છે. તેનો ઉપયોગ કરવા માટે તેમાં એક સેફ્ટી સ્વિચ છે. જો કોઈ દુશ્મન આપણાથી તે છીનવી લે તો પણ તે આપણી સામે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
ચીની સેનાના જવાન લાકડી-ભાલા, ડંડા અને રોડ દ્વારા યુદ્ધ કરવામાં નિષ્ણાત હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા સૈનિકોની મદદથી ચીન હવે ભારત સાથે યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યું છે. તિબેટના ઉચ્ચપ્રદેશ વિસ્તારમાં રહેતા આ લડવૈયાઓ ચીની સેનાને તીક્ષ્ણ પદાર્થો કે લાકડીઓ, ડંડાથી લડવાની તાલીમ પણ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય સુરક્ષા દળ પણ ચીની સેનાને ધીરે ધીરે ઝટકો આપવા તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે