ISRO એ લોન્ચ કર્યો કાર્ટોસેટ-3 સેટેલાઇટ, 13 કોમર્શિયલ નાના ઉપગ્રહોએ પણ ભરી ઉડાન

દેશના ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ યાન (પીએસએલવી-સી47)ને બુધવારે સવારે 9.28 મિનિટ પર કાર્ટોસેટ-3 અને 13 કોમર્શિયલ નાના ઉપગ્રહો સાથે અંતરિક્ષ માટે પ્રસ્થાન કર્યું. તેના માટે મંગળવારે સવારે ઉલટી ગણતરી શરૂ કરી હતી.

ISRO એ લોન્ચ કર્યો કાર્ટોસેટ-3 સેટેલાઇટ, 13 કોમર્શિયલ નાના ઉપગ્રહોએ પણ ભરી ઉડાન

શ્રીહરિકોટા: દેશના ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ યાન (પીએસએલવી-સી47)ને બુધવારે સવારે 9.28 મિનિટ પર કાર્ટોસેટ-3 અને 13 કોમર્શિયલ નાના ઉપગ્રહો સાથે અંતરિક્ષ માટે પ્રસ્થાન કર્યું. તેના માટે મંગળવારે સવારે ઉલટી ગણતરી શરૂ કરી હતી. શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેંદ્વ લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને 509 કિલોમીટર ઉંચાઇ પર સ્થિત કક્ષામાં 97.5 ડિગ્રી પર સ્થાપિત કરવામાં આવશે. તેને પૃથ્વીથી 509 કિલોમીટરની ઉંચાઇ પર સ્થાપિત કરવામાં આવશે. તેમાં દુનિયાના સૌથી એડવાન્સ અને તાકાતવર કેમેરા લાગેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્ટોસેટ-3 સેટેલાઇટ હાથની ઘડીયાળનો સમય જોઇ શકાશે. 

આ જમીન પર 0.25 મીટર (9.84 ઇંચ)ની ઉંચાઇ સુધીની તસવીર લઇ શકે છે. તેનાથી સીમાઓની નજર અને આતંકવાદી ઘૂસણખોરી રોકવામાં મદદ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની નાપાક હરકતો અને આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખશે. આ તમામ પ્રકારની ઋતુમાં પૃથ્વી પરથી તસવીરો લેવામાં સક્ષમ છે. 

ઇસરો દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટ અનુસાર પીએસએલવી-સી 47 એક્સએલ કન્દીગરેશનમાં પીએસએલવીની આ 21મી ઉડાન હશે. આ શ્રીહરિકોટા સ્થિત એસડીએસસી શારથી 74મા ટેસ્ટિંગ યાન મિશન હશે. 

કાર્ટોસેટ-3 ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવાની ક્ષમતાથી સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. આ 509 કિલોમીટર ઉંચાઇ પર સ્થિત કક્ષામાં 97.5 ડિગ્રી પર સ્થાપિત થશે. ઇસરોએ ન્યૂ સ્પેસ ઇન્ડીયા લિમિટેડ (એનએસઆઇએલ) સાથે એક કરાર હેઠળ પીએસએલવી પોતાની સાથે અમેરિકાના 13 કોમર્શિયલ નાના ઉપગ્રહો પણ લઇને જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news