Parliament: આજે શશિ થરૂર, ડિંપલ યાદવ સહિત કુલ 49 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો પર કાર્યવાહી

સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Parliament: આજે શશિ થરૂર, ડિંપલ યાદવ સહિત કુલ 49 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો પર કાર્યવાહી

સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઠ રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરાયા હોવાના અહેવાલ છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 141 સાંસદો પર કાર્યવાહી થઈ ચૂકી છે. 18 ડિસેમ્બર સુધીમાં સંસદના કુલ 92 સાંસદો સસ્પેન્ડ હતા. 

આજે આ મોટા નેતાઓ થયા સસ્પેન્ડ
આજે જે સાંસદોને સસ્પેન્ડ કરાયા તેમાં કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરુર, બીએસપી (નિષ્કાસિત) દાનિશ અલી, એનસીપીના સુપ્રીયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિંપલ યાદવ, અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલકુમાર રિંકુ પણ સામેલ છે. 

— ANI (@ANI) December 19, 2023

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુંકે તેઓ સદનમાં તખ્તિઓ લાવીને દેશની જનતાનું અપમાન કરી રહ્યા હતા. હાલની ચૂંટણીમાં ણળેલી હાર બાદ તેઓ હતાશાના કારણે આવા પગલાં ભરી રહ્યા છે. આ જ કારણ છે કે અમે એક પ્રસ્તાવ (સાંસદોને સસ્પેન્ડ કરવાનો) લાવી રહ્યા છીએ. 

— ANI (@ANI) December 19, 2023

વિપક્ષી સાંસદોના સસ્પેન્શન પર સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આજે લગભગ 40થી વધુ સાંસદ સસ્પેન્ડ થયા છે. ગઈ કાલે પણ લોકસભા અને રાજ્યસભામાં મળીને 80થી વધુ સાંસદો સસ્પેન્ડ થયા હતા. લોકત્રાંતિક વ્યવસ્થા માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. જે વાતાવરણ અમે જોઈ રહ્યા છીએ, જ્યાં અમે સંસદમાં અમારી વાત રજૂ નથી શકતા તે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. 

— ANI_HindiNews (@AHindinews) December 19, 2023

બીજી બાજુ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ સંસદની અંદર અરાજકતા સિવાય બીજુ કશું નથી. તેમને આપણા દેશની સંસદીય પ્રણાલી પર રત્તીભર ભરોસો નથી. આથી સંસદમાં અરાજકતા, અરાજકતા અને અરાજકતા સિવાય બીજુ કશું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news