મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે
Trending Photos
નવી દિલ્હી : લાંબા સમય બાદ ભારતીય નૌસેનાનાં નબળા પડી રહેલા સબમરીન બેડા માટે સારા સમાચાર આવ્યા છે. નવી સરકારે ગુરૂવારે 6 જુલાઇએ સબમરીનને ભારતનાં નિર્માણ માટે પ્રોજેક્ટને આગળ વધારતા પ્રોજેક્ટ માટે ભારતીય નિર્માતા નક્કી કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આ પ્રોજેક્ટમાં કોઇ વિદેશી કંપની કોઇ ભારતીય શિપયાર્ડ સાથે મળીને 6 ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન બનાવશે, જેનો ખર્ચ 45 હજાર કરોડ રૂપિયા હશે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ આ બીજો સૌથી મોટો સંરક્ષણ સોદો હશે.
હિમાચલના કુલ્લુમાં બસ ખાઇમાં ખાબકી: 20નાં મોત અનેક ઘાયલ
PROJECT 75(I) હેઠળ બનવા જઇ રહેલી 6 સબમરીન ડિઝલ- ઇલેક્ટ્રિક એટલે કે પરંપરાગત હશે પરંતુ તેમાં AIR INDEPENDENT PROPULSION (AIP) સહિત અનેક આધુનિક ઉપકરણો અને ટેકનીક હશે. એઆઇપી પાસેથી કોઇ ડિઝલ ઇલેક્ટ્રિક સબમરીન લાંબા સમય સુધી પાણીની નીચે રહી શકે છે. જેના કારણે તેનો સુરાગ મેળવવાની શક્યતાઓ ઘટી જાય છે.
ભારત માટે ચેતવણી! ચેન્નાઇમાં દુષ્કાળને પગલે શાળાથી માંડી આખુ શહેર બંધ
આ સબમરીનનાં નિર્માણ STRATEGIC PARTNERSHIP(SP) મોડલનાં આધારે બનશે એટલે કે કોઇ વિદેશી કંપની પોતાનાં ભારતીય પાર્ટનર સાથે મળીને ભારતમાં જ સબમરીનનું નિર્માણ કરશે અને તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે.જેના કારણે ભારતમાં ન માત્ર હથિયારો અને જરૂરી સાધન સામગ્રીની નવી ટેક્નોલોજી આવશે પરંતુ આ ક્ષેત્રમાં પ્રશિક્ષિત કામદારો અને એન્જીનિયર્સનું પ્રમાણ પણ વધશે. PROJECT 75(I) હેઠળ બનનારી સબમરીનને ફ્રાંસનાં સહયોગથી બની રહેલા કલવરી ક્લાસ સબમરીનનું ફોલોઓન પણ માનવામાં આવી શકે છે.
રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !
ભારતીય નૌસેનાએ મધ્ય પૂર્વમાં ઓમાનની ખાડીથી માંડીને પૂર્વમાં સ્ટ્રેટ ઓફ મલક્કા સુધીની જવાબદારી સંભાળી છે. હિંદ મહાસાગરથી વિશ્વનાં વ્યાપારનો એક મોટો હિસ્સો પસાર થાય છે. ચીનની સાથે તણાવ વચ્ચે ઘણીવાર ચીની નૌસેનાની સબમરી ભારતીય વિસ્તારમાં હોવાનાં પુરાવાઓ મળતા રહે છે. સમુદ્રમાં દબદબો બનાવવાની સાથે સાથે પાડોશી પર નજર રાખવા માટે પણ સબમરીનની ભુમિકા મહત્વની હોય છે. પાકિસ્તાનને ચીન 8 અત્યાધુનિક સબમરીથની લેસ કરી રહ્યું છે. જો કે ભારતીય નૌસેના સબમરીન બેડા સૌથી નબળી કડી છે. ભારત પાસુ સિંધુ ક્લાસની 9, શિશુમાર ક્લાસની 4 સબમરીન ઉપરાંત રશિયા પાસેથી ભાડા પટ્ટે લેવાયેલી ન્યૂક્લિયર સબમરીન આઇએનએસ ચક્ર છે. ઉપરાંત ભારતમાં બનેલી ન્યુક્લિયર સબમરીન આઇએનએસ અરિંહંત અને કલવરી ક્લાસની આઇએનએસ કલવરી પણ ભારતીય નૌસેનામાં સામેલ થઇ ચુકી છે. જો કે આ આંકડો ચીન સામે ઘણો નજીવો છે કારણ કે ચીન પાસે 65 સબમરીન છે.
કામાખ્યા દેવી મંદિર પરિસરમાં માથુ કપાયેલી લાશ મળી, નરબલિની આશંકા
ભારતે 1997માં 24 નવી સબમરીન બનાવવાની યોજના બનાવી હતી. જેને પ્રોજેક્ટ 75 નામ અપાયું હતું. ત્યાર બાદ તેને બે વિભાગમાં વહેંચીને બીજુ નામ પ્રોજેક 75(1) આપવામાં આવ્યું. તેમાં પરંપરાગત અને ન્યુક્લિયર બંન્ને પ્રકારની સબમરીનનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ 75 હેઠળ ફ્રાંસની ટેક્નોલોજી પર મઝગાંવ ડોક લિમિટેડમાં કલવરી ક્લાસની 6 સબમરીનનું કામ ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે