Cabinet Expansion પહેલા થનારી મહત્વની બેઠક રદ, PM મોદી સાથે અનેક મંત્રીઓ ચર્ચામાં થવાના હતા સામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અંગે આજે સાંજે થનારી મહત્વની બેઠક રદ થઈ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે સાંજે 5 વાગે થનારી બેઠકમાં કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તરણ પર ચર્ચા થવાની હતી. પરંતુ હવે આ બેઠક રદ કરાઈ છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અંગે આજે સાંજે થનારી મહત્વની બેઠક રદ થઈ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે સાંજે 5 વાગે થનારી બેઠકમાં કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તરણ પર ચર્ચા થવાની હતી. પરંતુ હવે આ બેઠક રદ કરાઈ છે.
8 જુલાઈ સુધીમાં થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ (Modi Cabinet expansion) આ અઠવાડિયે કરાશે અને 20થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 8 જુલાઈ સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ છે અને વિસ્તરણ બાદ 81 સભ્ય થઈ શકે છે.
આ નામ ચર્ચામાં
નોંધનીય છે કે સંભવિત મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, અને સર્બાનંદ સોનોવાલના નામ પ્રમુખ છે. જ્યારે યુપીમાં આગામી વર્ષે ચૂંટણી છે જેને ધ્યાનમાં રાખીને મોદી મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશથી 3 સંચાર મંત્રી સામેલ કરાશે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
મંત્રીમંડળમાં બિહારના બેથી 3 નેતાઓને સામેલ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપના સુશીલકુમાર મોદી, જેડીયુમાંથી આરસીપી સિંહ, અને એલજેપીમાંથી પશુપતિ પારસનું નામ આગળ છે. કેબિનેટમાં મધ્ય પ્રદેશથી એક થી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનું નામ સામેલ છે. મોદી કેબિનેટમાં મહારાષ્ટ્રથી એક કે બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં નારાયણ રાણેનું નામ સામેલ છે.
કેબિનેટમાં જમ્મુ-કાશ્મીર અને લદાખથી એક એક મંત્રીને જગ્યા મળી શકે છે. રાજસ્થાનથી પણ મોદી કેબિનેટમાં એક મંત્રીને સામેલ કરવામાં આવી શકે છે. અસમથી એક કે બે મંત્રી સામેલ થઈ શકે છે. જેમાં અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું નામ સૌથી આગળ છે. બંગાળથી બે નેતાઓને જગ્યા મળી શકે છે. જેમાં ભીજપના સાંસદ શાંતનુ ઠાકુર અને નિસિથ પ્રમાણિકના નામ આગળ છે. આ ઉપરાંત ઓડિશાથી પણ એક મંત્રી કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે