Mamata Banerjee ને હારનો ડર? ભાજપના નેતાને ફોન કરી માંગી મદદ, વાયરલ થયો ઓડિયો

મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હારનો ડર લાગી રહ્યો છે. ભાજપે આ દાવો કરતી એક ઓડિયો ટેપ પણ જારી કરી છે, જેમાં મમતા બેનર્જી ભાજપ નેતા પાસે ચૂંટણી જીતાડવા મદદ માંગી રહ્યાં છે. 
 

Mamata Banerjee ને હારનો ડર? ભાજપના નેતાને ફોન કરી માંગી મદદ, વાયરલ થયો ઓડિયો

પુરૂલિયાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી  (West Bengal Assembly Election) માં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક ઓડિયો ટેપ જારી કરી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અધ્યક્ષ મમતા બેનર્જી (Mamata Banerjee) નંદીગ્રામ સીટ પર જીત હાસિલ કરવા માટે ભાજપના એક વરિષ્ઠ નેતાને મદદ કરવાનું કહી રહ્યાં છે. તેમને ટીએમસીમાં પરત આવવાની અપીલ કરી રહ્યાં છે. 

મમતા બેનર્જીને હારનો ડર?
આ વાતચીત મમતા બેનર્જી અને ભાજપ નેતા પ્રલય પોલ વચ્ચે થઈ, જેને રેકોર્ડ કરવામાં આવી. આ વાતચીતમાં મમતા બેનર્જી કથિત રીતે તામલુકના ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષને ચૂંટણી જીતાડવામાં મદદની માંગ કરી રહ્યાં છે. ભાજપે ટ્વીટમાં લખ્યું, 'મમતા દીદીએ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષને ફોન કરી મદદની માંગ કરી. આ વખતે તેઓ નંદીગ્રામથી હારવાના છે. તેમનો ડર ફોન કોલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ભાજપે દાવો કર્યો કે વાતચીતમાં મમદાએ કબૂલ કર્યુ કે, નંદીગ્રામમાં પહેલા થયેલી હિંસાની પાછળ ટીએમસીના લોકો સામેલ રહ્યા છે.'

ભાજપની સાથે નહીં કરુ વિશ્વાસઘાત
પરંતુ પ્રલય પોલે ભાજપની સાથે વિશ્વાસઘાત કરવાનો ઇનકાર કરી દીધો. વાયરલ ઓડિયોમાં પોલ કહી રહ્યાં છે કે, હું પ્રાણ આપીને પણ પાર્ટીની સાથે રહીશ. તમે આટલા મોતા નેતા હોવા છતાં મને ફોન કર્યો છે. તે માટે તમારો ખુબ-ખુબ આભાર. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news