Mahant Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મોતના મામલાની તપાસ કરશે SIT, છ લોકો કસ્ટડીમાં
મંગળવારે સીએમ યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં શ્રી મઠ બાધમ્બરી ગાદીના મહંતના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા બાદ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
Trending Photos
લખનઉઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ તથા નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્ર ગિરીનું સોમવારે પ્રયાગરાજમાં શંકાસ્પદ સ્થિતિમાં નિધન થયુ હતું. આ મામલામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખુબ કડક વલણ અપનાવતા તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. પ્રયાગરાજના ડીઆઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીએ વિશેષ તપાસ દળની રચના કરી ટીમનું નેતૃત્વ ડેપ્યુટી એસપી અજીત સિંહ ચૌહાણને સોંપ્યુ છે.
મંગળવારે સીએમ યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં શ્રી મઠ બાધમ્બરી ગાદીના મહંતના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા બાદ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે મહાન સંતના મોતના મામલામાં તપાસમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. હાલ સ્વામી આનંદ ગિરીની સાથે છ અન્ય વ્યક્તિઓની કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મોતના મામલામાં પ્રયાગરાજમાં ચરાયેલી એસઆઈટીમાં ડેપ્યુટી એસપી અજીત સિંહ ચૌહાણની સાથે આ મામલામાં ઇન્સ્પેક્ટર મહેશને પણ રાખવામાં આવ્યા છે.
પોલીસ મહંત નરેન્દ્ર ગિરીના મોત સાથે જોડાયેલા બે વીડિયોની તપાસમાં લાગી છે. એક વીડિયોના આધાર પર નરેન્દ્ર ગિરીને બ્લેકમેલ કરવાની ચર્ચા છે. આ વીડિયોનો ઉલ્લેખ મહંત નરેન્દ્ર ગિરીની કથિત સ્યુસાઇડ નોટમાં પણ કરવામાં આવ્યો છે. બીજો વીડિયો મહંત નરેન્દ્ર ગિરીએ ખુદે બનાવ્યો છે, જેમાં તે પોતાની વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્ર વિશે જણાવ્યુ છે. આ વીડિયોના આધાર પર તપાસ બાદ મોટો ખુલાસો થઈ શકે છે.
પ્રયાગરાજમાં મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મોતના મામલામાં જોર્જ ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. મહંત નરેન્દ્ર ગિરીના વિષ્ય અમર ગિરી પવન મહારાજની તરફથી નોંધાવેલા રિપોર્ટમાં મહંતના શિષ્ય આનંદ ગિરીને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે મહંત નરેન્દ્ર ગિરી સોમવારે બપોરે 12.30 કલાકે બાધ્મ્બરી ગાદીના કક્ષમાં ભોજન બાદ દરરોજની જેમ વિશ્રામ માટે ગયા હતા. ત્રણ કલાકે તેમનો ચાનો સમય હતો, પરંતુ ચા માટે તેમણે ના પાડી અને કહ્યુ કે જ્યારે પીવી હશે ત્યારે જાણ કરશે. ત્યારબાદ સાંજે પાંચ કલાકે કોઇ સૂચના ન મળતા ફોન કરવામાં આવ્યો તો મહંતનો ફોન બંધ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે