લોકસભા ચૂંટણી વહેલી થવાનો સંકેત, વિગતો મોકલવા તમામ રાજ્યોને આદેશ
લોકસભા ચૂંટણી 2019ને લઇને અનેક અટકળો ઉઠી રહી છે ત્યારે ચૂંટણી પંચે વહેલી ચૂંટણી થવાના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોને આ મામલે આદેશ કરાયા છે અને 28 ફેબ્રુઆરી પહેલા વિગતો મોકલી આપવા આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તમામ રાજ્યોમાં ઉચ્ચ અધિકારીઓની જો બદલી કરવાની હોય તો એ 28 પહેલા પૂર્ણ કરી દેવા સુચના આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ને લઇને અનેક અટકળો ઉઠી રહી છે ત્યારે ચૂંટણી પંચે વહેલી ચૂંટણી થવાના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોને આ મામલે આદેશ કરાયા છે અને 28 ફેબ્રુઆરી પહેલા વિગતો મોકલી આપવા આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તમામ રાજ્યોમાં ઉચ્ચ અધિકારીઓની જો બદલી કરવાની હોય તો એ 28 પહેલા પૂર્ણ કરી દેવા સુચના આપવામાં આવી છે.
મોદી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે આગામી માર્ચ એપ્રિલમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પર સૌની નજર મંડાઇ છે. સત્તા ટકાવી રાખવા ભાજપ માટે તો સત્તા મેળવવા માટે કોંગ્રેસ છાવણીમાં એડીથી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. લોકસભાની ચૂંટણી સમયસર યોજાશે કે વહેલા યોજાશે એ અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ સંજોગોમાં ચૂંટણી પંચ દ્વારા વહેલી ચૂંટણી યોજવા અંગે વધુ એક સંકેત આપ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા આ મામલે તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે કે જો રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવાની થતી હોય તો એ તમામ કાર્યવાહી 28 ફેબ્રુઆરી પહેલા પૂર્ણ કરી દેવી અને તમામ વિગતો ચૂંટણી પંચને મોકલી આપવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે