આર્ટીકલ 35A હટશે તો અરૂણાચલ કરતા પણ ખરાબ સ્થિતી સર્જાશે: ઉમર અબ્દુલ્લા

આર્ટીકલ 35એ પર ચાલી રહેલી રાજનીતિક ધમાસાણ વચ્ચે ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, સરકાર ચૂંટણી કરાવીને આ અંગે નિર્ણય લઇ શકે છે

આર્ટીકલ 35A હટશે તો અરૂણાચલ કરતા પણ ખરાબ સ્થિતી સર્જાશે:  ઉમર અબ્દુલ્લા

નવી દિલ્હી : કાશ્મીરની જમીન અને સ્થાની નિવાસી પર વિશેષ દરજ્જો આપનારી અનુચ્છેદ 35Aને રદ્દ કરવામાં આવવાની અટકળો વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. ઉમરે સોમવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર એવો નિર્ણય કરે છે તો ખીણમાં અરૂણાચલપ્રદેશ કરતા પણ ખરાબ પરિસ્થિતી સર્જાશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવા અંગે ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, 35એનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટનાં દરવાજા પર છે. કોર્ટ આ જ અઠવાડીયે સુનવણી કરશે. 

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગવર્નરની જવાબદારી પ્રદેશમાં ચૂંટણી કરાવવા સુધીની છે. એટલા માટે ચૂંટણી જ કરાવે. લોકોને નિર્ણય લેવા દે. નવી સરકાર પોતે જ આર્ટીકલ 35Aને સુરક્ષીત જાળવી રાખવાની દિશામાં કામ કરશે. 
મોદીને ફેંક્યો કાશ્મીરમાં યોગ્ય સમયે ચૂંટણી કરાવવાનો પડકાર

— ANI (@ANI) February 25, 2019

અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પાંચ વર્ષ બાદ ચૂંટણી કરાવી શકવા કાશ્મીરની સ્થિતીથી વડાપ્રધાન મોદીએ ઉકેલવાનું પરિક્ષણ હશે. અબ્દુલ્લાએ ટ્વીટર પર કહ્યું કે, મોદી સરકાર અલગતાવાદી શક્તિઓ અને આતંકવાદીની સામે ઘુટણીયે પડશે જે જમ્મુ કાશ્મીરમાં હંમેશાથી જ ચૂંટણીમાં અડચણ અને મોડુ કરાવે છે અથવા તો પછી ચૂંટણી નિર્ધારિત સમય પર જ થશે ? આ સમયે વડાપ્રધાન મોદી માટે ગત્ત પાંચ વર્ષોમાં કાશ્મીરને સંભાળવાની પરખ છે. અબ્દુલ્લાએ તે મીડિયા રિપોર્ટ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના ચૂંટણી કમિશ્નર આ અંગે નિર્ણય લેશે કે રાજ્યમાં લોકસભા સાથે જ રાજ્યસભા ચૂંટણી કરાવવામાં આવે. અબ્દુલ્લાએ કહ્યું કે, એક વખત છોડીને રાજ્યમાં 1995-96થી ચૂંટણી નિર્ધારિત સમયગાળામાં જ થતી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news