ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ પત્રકારોને ભાંડી ગાળો, 'મગજ ખરાબ છે, સા##... શરમ નથી આવતી, દિલ્હીનું તેડૂ
ટિકુનિયા હિંસા કેસમાં પુત્ર આશિષ મિશ્રાને ફસાતો જોઈને પત્રકારોના પ્રશ્ન પર ગુસ્સે થયેલા અજય મિશ્રા ટેનીએ મીડિયાકર્મીઓ પર ગુસ્સો ઠાલવ્યો અને તેમને અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન અજય મિશ્રાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
Trending Photos
લખનઉ: લખીમપુર હિંસા કેસમાં પુત્ર આશિષ મિશ્રા મોનુની હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ લાગુ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. ટિકુનિયા હિંસા કેસમાં પુત્ર આશિષ મિશ્રાને ફસાતો જોઈને પત્રકારોના પ્રશ્ન પર ગુસ્સે થયેલા અજય મિશ્રા ટેનીએ મીડિયાકર્મીઓ પર ગુસ્સો ઠાલવ્યો અને તેમને અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન અજય મિશ્રાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સાંજે 5.35 વાગ્યે ફ્લાઈટથી દિલ્હી જવા રવાના થશે.
લખીમપુરના ઓઈલમાં મધર ચાઈલ્ડ કેરના ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને જ્યારે તેમના પુત્ર આશિષ મિશ્રા પર પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, 'આ જ સા#& મીડિયાવાળા લોકો છે, જેમણે એક નિર્દોષને ફસાવ્યો છે. કોઈ શરમ નથી, કેટલા ગંદા લોકો છે. હોસ્પિટલ છે, બધું છે, તે દેખાતું નથી.'
મંત્રી અજય મિશ્રા ટેનીએ પત્રકાર પર હાથ ઉપાડવાનો કર્યો પ્રયત્ન
બુધવારે જ્યારે પત્રકારોએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને SIT રિપોર્ટ પર પ્રશ્ન પૂછ્યો તો તેઓ ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું, 'જાઓ અને એસઆઈટીને પૂછો, આ તો તમારા મીડિયાવાળા છે ને, 'આ જ સા#& મીડિયાવાળા લોકો છે, જેમણે એક નિર્દોષને ફસાવ્યો છે. કોઈ શરમ નથી, કેટલા ગંદા લોકો છે. શું જાણવા માગો છો...' SIT ને પૂછ્યું નહી...'
જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ પણ પત્રકાર પર હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાથે ઉભેલા લોકોએ તેમને રોક્યા હતા. આ પછી ફરી અજય મિશ્રા ટેનીએ પત્રકારોને ગાળો ભાંડી હતી.
શું છે મામલો
લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત તમામ 13 આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. તપાસ અધિકારીની અરજી પર, કોર્ટે મંગળવારે તમામ આરોપીઓ પર હત્યા, ઇરાદાપૂર્વક હત્યા અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગની કલમો દૂર કરી એકમત થઇને હત્યાના પ્રયાસ અને લાયસન્સ હથિયારોના દુરુપયોગની કલમોને મંજૂરી આપી છે.
આશિષ સહિત તમામ આરોપીઓ પર કલમ 307 પણ લાગૂ
કેસની તપાસ કરી રહેલા એસઆઈટીના ઈન્સ્પેક્ટર વિદ્યા રામ દિવાકરે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવા બદલ કલમ 279, ગંભીર ઈજા પહોંચાડવા બદલ કલમ 338 અને ઇરાદાપૂર્વક હત્યાની કલમ 304A ને નકારી કાઢી આરોપી પરઆરોપીઓ પર હત્યાના પ્રયાસ માટે કલમ 307, ખતરનાક હથિયારોથી સજ્જ થઇને ઇજા પહોંચાડવાની કલ 326, એક પ્લાનિંગ હેઠળ ઘટનાને અંજામ આપવા માટે કલમ 34 અને લાઇસન્સ ધરાવતા હથિયારોના દુરુપયોગ માટે આર્મ્સ એક્ટની કલમ 3/25/30નો સમાવેશ કરવા કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી પછી, CJMએ આ નવી કલમોને સ્વીકારીને તમામ આરોપીઓ માટે વોરંટ બનાવ્યું છે.
આશિષ મિશ્રાની વધશે મુશ્કેલીઓ
SITના તપાસ અધિકારીએ જે રીતે હત્યાનો પ્રયાસ અને એકમત થઇને ઘટનાને અંજામ આપવા જેવી કલમોને કોર્ટમાં અરજી આપી લગાવી છે. તેને જોતાં ચોક્કસપણે કહી શકાય કે લખીમપુર હિંસા કેસમાં પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે અને પોલીસ આ ચાર્જશીટમાં, આશિષ મિશ્રા તેના મિત્ર અંકિત દાસ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાવતરા હેઠળ હત્યા અને લાયસન્સવાળા હથિયારોનો દુરુપયોગ જેવી ગંભીર કલમો સામેલ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે