કર્ણાટક સંકટ મુંબઇના રસ્તાઓ પર, શિવકુમાર બેઠા ધરણા પર, ભાજપનું પ્રદર્શન

કર્ણાટકના રાજકીય ડ્રામા હેવ મુંબઇના રસ્તાઓ પર આવી પહોંચ્યો છે. રેનેસાં મુંબઇ કન્વેશન સેન્ટર હોટલમાં રોકાયેલા 11 બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારને પોલીસે હોટલની અંદર જવા દીધા નહોતા

કર્ણાટક સંકટ મુંબઇના રસ્તાઓ પર, શિવકુમાર બેઠા ધરણા પર, ભાજપનું પ્રદર્શન

મુંબઇ: કર્ણાટકના રાજકીય ડ્રામા હેવ મુંબઇના રસ્તાઓ પર આવી પહોંચ્યો છે. રેનેસાં મુંબઇ કન્વેશન સેન્ટર હોટલમાં રોકાયેલા 11 બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલા કર્ણાટકના મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારને પોલીસે હોટલની અંદર જવા દીધા નહોતા. બળવાખોર ધારાસભ્યોએ પહેલાથી જ મુંબઇ પોલીસને અપીલ કરી હતી કે તેમના જીવને જોખમ છે. જેને લઇ તેમની સુરક્ષા વધારવામાં આવે. ત્યારે પોલીસ દ્વારા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો બીજી તરફ બળવાખોર ધારાસભ્યોએ શિવકુમારથી મળવાનો ઇન્કાર પણ કર્યો છે. જેને કારણે શિવકુમારને હોટલની અંદર જવા દેવામાં આવતા નથી.

તેમનાથી નારાજ શિવકુમારે કહ્યું કે, હું મારા મિત્રોને મળ્યા વગર અહીંથી જઇશ નહીં. તેઓ મને બોલાવશે. તેમનું દિલ તૂટી જશે. હું તેમની સાથે સંપર્કમાં છું. આ વચ્ચે રેનેસાં હોટલે શિવકુમારના રૂમનું બુકિંગ કેન્સ કર્યું છે. તેના પર શિવકુમારે કહ્યું કે, હોટલને મારા જેવા કસ્ટમર પર ગર્વ થવો જોઇએ. હું મુંબઇથી પ્રેમ કર્યું છું. તેમને બુકિંગ કેન્સલ કરવા દો, મારી પાસે અન્ય રૂમ છે.

આ ઘટના વચ્ચે હોટલમાં હાજર બળવાખોર કોંગ્રેસના નેતા બી બાસવરાજે કહ્યું કે, અમારો ઉદેશ્ય શિવકુમારનું અપમાન કરવાનો નથી. અમને તેમના પર વિશ્વાસ છે. પરંતુ અમે કોઇ કારણો સર આ નિર્ણય લીધો છે. મિત્રતા, પ્રેમ અને સદ્ભાવના એક તરફ છે. તેના આધારે અમે તેમને વિનંતિ કરીએ છીએ અમે તમને કેમ મળવા નથી ઇચ્છતા?

તો બીજી તરફ બળવાખોર કોંગ્રેસી ધારાસભ્ય રમેશ ઝરકીહોલીએ કહ્યું કે, શિવકુમારને મળવામાં અમને કોઇ રસ નથી. જો કે, આ ઘટનાને લઇ કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે, આ સમગ્ર રાજકીય રમતમાં પરદા પાછળ ભાજપો હાથ છે. ત્યારે રમેશ ઝરકીહોલીએ કહ્યું કે, ભાજપ તરફથી અમને કોઇ મળવા આવ્યું નથી.

આ વચ્ચે હોટલની બહાર હાજર બળવાખોર ધારાસભ્યોના સમર્થકોએ આજે સવારે શિવકુમાર પાછા જાઓના નારા લગાવ્યા હતા. આ પરિસ્થિતિઓને જોઇ મુંબઇ પોલીસે હોટલ બહાર પવઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે. શાંતિ ભંગ થવાની આશંકાને ધ્યાનમાં રાખી 9 જુલાઇથી 12 જુલાઇ સુધી સમગ્ર વિસ્તારમાં 144 કલમ લાગુ કરી છે.

તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપ શાસક પક્ષની સામે ધરણા-પ્રદર્શન કરી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યદુયેરપ્પા અને અન્ય ભાજપ નેતાઓએ વિધાનસભા બહાર ધરણા-પ્રદર્શન કર્યું.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news