કર્નાટક પેટા ચૂંટણી રિઝલ્ટ: કોંગ્રેસ+જેડીએસ 4 બેઠક જીતી, શિમોગમાં યેદુયુરપ્પાની સરકાર
આ ચૂંટણીને શાસક કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની લોકપ્રિયતાની પરિક્ષા તરીકે જોવા મળી રહી છે. પેટા ચૂંટણીમાં 67 ટકા મતદાન કરવામાં આવ્યું છે.
Trending Photos
બેંગલુરુ: કર્નાટક (karnataka election 2018 results)ના ત્રણ લોકસભા બેઠકો અન બે વિધાનસભા વિસ્તારોમાં પેટા ચૂંટણી માટે કરવામાં આવેલા મતની ગણતરી મંગળવારે શરૂ કરી દેવામાં આવી છે. અત્યાક સુધીમાં મતની ગણતરીમાં કોંગ્રેસ+જેડીએસ ગઠબંધનનું પલડુ ભારે જોવા મળી રહ્યું છે. પાંચ સીટોમાંથી 4 સીટો પર ગઠબંધન જીતની તરફ અગ્રેસર છે. જામખંડી અને રામનગર બેઠક પર કોંગ્રેસની જીત નોંધાવી દીધી છે. બેલ્લારી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર 2 લાખ મતથી આગળ છે. લોકસભાની ત્રણ બેઠક શિવમોગા, બલ્લારી અને માંડ્યા અને વિદાનસભાની બે બેઠક- રામનગર અને જામખંડી પર પેટા ચૂંટણી શનિવારે થઇ હતી. આ ચૂંટણીને શાસક કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની લોકપ્રિયતાની પરિક્ષા તરીકે જોવા મળી રહી છે. પેટા ચૂંટણીમાં 67 ટકા મતદાન કરવામાં આવ્યું છે. મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી હતી અને તેના માટે કુલ 1248 મતગણતી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે.
ચૂંટણી અપડેટ્સ:-
12:29 PM: રામનગર સીટ પર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની પત્ની અનિથા કુમારસ્વામીએ પણ જીત નોંધાવી છે. જેડીએસ ઉમેદવાર તરીકે અનિતા અને બીજેપી ઉમેદવારને એક લાખખી વધુ મતોથી હરાવ્યા છે. પાંચમાંથી ચાર બેઠકો પર કોંગ્રેસ+જેડીએસ ગઠબંધન જીત તરફ આગળ વધી રહી છે. માત્ર શિમોગ બેઠક પર ભાજપ આગળ વધી રહી છે.
12:25 PM: માંડ્યા લોકસભા બેઠક પર પણ 10 રાઉન્ડ મત ગણતરીના થઇ ગયા છે. ત્યાં જેડીએસના એલઆર શિવરામગોડ્ડા (LR Shivaramegowda) ભાજપના Dr Siddaramaiahથી 196883 મતથી આગળ ચાલી રહ્યાં છે.
12:21 PM: જામખંડી (Jamkhandi) બેઠકથી કોંગ્રેસના એએસ નયામાગુડ્ડા (AS Nyamagouda) બેઠક જીતી ગયા છે. તેમણે 39480 મતથી ભાજપના ઉમેદવારને હરાવ્યા છે.
11: 28 AM: બલ્લારી લોકસભા બેઠક પર કોંગ્રેસ જીતની તરફ અગ્રેસર છે. જામખંડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ન્યામગુડ્ડા (Nyamagouda) 32933 મતથી આગળ ચાલી રહ્યાં છે રામનગરમાં જેડીએસના અનિથા કુમારસ્વામી 82928 મતથી આગળ વધી રહ્યાં છે. શિમોગામાં ભાજપના બીવાય રાઘવેન્દ્ર 36467 મતથી આગળ ચાલી રહ્યાં છે. માંડ્યા બેઠક પર જેડીએસના એલઆર શિવરામગોડ્ડા (LR Shivaramegowda) 121936 મતથી આગળ ચાલી રહ્યાં છે.
11: 24 AM: બલ્લારી લોકસભા બેઠક પર જીતની તરફ વધી રહેલી કોંગ્રેસ, અથવા કોંગ્રેસના વીએસ ઉગરપ્પા ભાજપના જે સંથાથી 184203 મતથી આગળ ચાલી રહ્યાં છે. આ સીટ પર કોંગ્રેસ કાર્યકર્તા ઉજવણી કરવાની શરૂ કરી દીધી છે.
10: 35 AM: જામખંડી અને બેલ્લારીમાં કોંગ્રેસ આગળ, રામનગરમાં જેડીએસ અને શિમોગામાં ભાજપ આગળ
10: 04 AM: શિમોગા લોકસભા સીટ પર ભાજપના બીવાય રાઘવેન્દ્રના એસ મધુબંગારપ્પા (S Madhubangarappa)થી 9665 મતથી આગળ ચાલી રહ્યા છે. ચાર રાઉન્ડની ગણતરી પુરી થઇ ગઇ છે.
9: 56 AM: બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર વીએસ ઉગરપ્પા (VS Ugrappa) ભાજપના જે સંથા (J Shantha)થી 100723 વોટથી આગળ છે, છ રાઉન્ડની ગણતરી પુરી થઇ ગઇ છે.
9: 50 AM: બેલ્લારી લોકસભા સીટ પર ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કોંગ્રેસના વીએસ ઉગરપ્પા (VS Ugrappa) ભાજપના જે સંથા (J Shantha)થી 45808 મતથી આગળ ચાલી રહ્યા છે.
9: 46 AM: શિમોગા લોકસભા સીટ પર પહેલા રાઉન્ડની ગણતરી બાદ ભાજપના વીવાય રાઘવેન્દ્ર જેડીએસના એસ મધુબંગરપ્પાથી 3906 મતથી આગળ ચાલી રહ્યાછે.
9: 29 AM: જામખંડી વિધાનસભા સીટ પક ચાર રાઉન્ડ વોટની ગણતરી પૂરી થઇ ગઇ છે. કોંગ્રેસના આનંદ (Anand Siddu Nyamagouda) ભાજપના કુલકર્ણી શ્રીકાંત (Kulkarni Shrikant Subrao)થી 7149 મતથી આગળ ચાલી રહ્યા છે.
9:12 AM: બેલ્લારી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર આગળ.
9:10 AM: રામનગર સીટ પર 2 રાઉન્ડ મત ગણતરી પૂરી, જેડીએસની અંથા કુમારસ્વામી (Anitha Kumaraswamy) ભાજપના એલ ચંદ્રેશેખરથી 8430 મતથી આગળ ચાલી રહ્યા છે.
9:07 AM: જામખંડી સીટ પર ત્રણ રાઉન્ડની મત ગણતરી પૂરી થઇ ગઇ છે. કોંગ્રેસના ઉમેદરવાર આનંદ સિડ્ડૂ (Anand Siddu Nyamagouda) ભાજપના શ્રીકાંત સુબ્રો (Shrikant Subrao)થી 55433 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- મતદાન મથક પર સુરક્ષા વ્યવસ્થા
- મતની ગણતરી માટે લાવવામાં આવેલા કર્મચારીઓની સધન તપાસ બાદ કરવામાં આવી હતી.
બધી પાંચ ચૂંટણીમાં કુલ મળીને 31 ઉમેદવારો મેદાનમાં છે જોકે મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ-જેડીયૂ ગઠબંધન અને ભાજપ વચ્ચે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મત ગણતરી દરમિાયન કોઇપણ પ્રકારની કોઈ અપ્રિય ઘટના બને નહીં, અને સુનિશ્ચિત કરવા માટે કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાંચ સીટો માટે કુલ 31 ઉમેદવાર મેદાનમાં છે. જોકે સ્પર્ધા મુખ્યત્વે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અને ભાજપની વચ્ચે છે.
પેટા ચૂંટણીનો નિર્ણય મુંખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીની પત્ની અનીતા કુમારસ્વામી, ભાજપાની પ્રદેશ એકમના અધ્યક્ષ બીએસ પેદુયરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્ર અને પૂર્વ મુખ્યમંત્રી એસ બંગરપ્પાના પુત્ર મઘુબંગરપ્પા સહિત ઘણા અન્યના ભાગ્યનો નિર્ણય કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે