કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કરી માગ, મનમોહનની અધ્યક્ષતામાં મળે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણ સિંહે જણાવ્યું કે, 'રાહુલ ગાંધી દ્વારા 25 મેના રોજ રાજીનામું આપી દેવાયા પછી પાર્ટીમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ છે. પાર્ટીના નેતાઓ વેરવિખેર થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. રાહુલને રાજી કરવામાં એક મહિનો વેડફાઈ ગયો છે.'
 

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કરી માગ, મનમોહનની અધ્યક્ષતામાં મળે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાહુલના રાજીનામા પછી કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. હાલ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર સંકટમાં મુકાઈ ગઈ છે તો બીજી તરફ અનેક મોટા નેતાઓએ પાર્ટીના વિવિધ પદ પરથી રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીના અંદર હાલ નવો અધ્યક્ષ કોણ બનશે તેના અંગે વિવિધ અટકળો લગાવાઈ રહી છે. 

આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક એવા કર્ણ સિંહે માગણી કરી છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક તાત્કાલિક બોલાવવી જોઈએ. તેમણે જણાવ્યું કે, નવા પાર્ટી અધ્યક્ષની પસંદગીથી માંડીને ચૂંટણીની રણનીતિ અંગે જો કોઈ ચર્ચા થાય તે બેઠકની અધ્યક્ષતા મનમોહન સિંહને સોંપવી જોઈએ. 

— ANI (@ANI) July 8, 2019

સમાચાર એજન્સી ANI અનુસાર કર્ણસિંહે જણાવ્યું કે, 'રાહુલ ગાંધી દ્વારા 25 મેના રોજ રાજીનામું આપી દેવાયા પછી પાર્ટીમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ છે. પાર્ટીના નેતાઓ વેરવિખેર થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. રાહુલને રાજી કરવામાં એક મહિનો વેડફાઈ ગયો છે. રાહુલ ગાંધી એક ઈન્ટેલિજન્ટ વ્યક્તિ છે, સિંદ્ધાંતવાદી છે અને સન્માનનીય વ્યક્તિ છે. હવે જો તેઓ રાજીનામું આપવા માગે છે તો તેમને આપવા દેવું જોઈએ.'

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news