કમલેશ તિવારી હત્યાઃ સીએમ યોગી આદિત્યનાથી નારાજ માતાએ કહ્યું- ન્યાય ન મળ્યો તો ઉપાડીશ તલવાર
કમલેશ તિવારીના માતા કુસુમ તિવારીએ કહ્યું કે, દબાવને કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત થઈ છે. તેમણે કહ્યું કે, પોલીસવાળા વારંવાર દબાવ બનાવી રહ્યાં હતા અને અમને બળજબરીથી લખનઉ લાવવામાં આવ્યા છે.
Trending Photos
લખનઉઃ હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના પરિવાજનોએ રવિવારે લખનઉમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. પરિવારે હત્યારાઓ માટે મોતની સજાની માગ કરી છે. સીએમ યોગી સાથે મુલાકાત બાદ કમલેશ તિવારીના માતાએ અસંતોષ વ્યક્ત કર્યો અને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
કમલેશ તિવારીના માતા કુસુમ તિવારીએ કહ્યું કે, દબાવને કારણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સાથે મુલાકાત થઈ છે. તેમણે કહ્યું કે, પોલીસ વારંવાર દબાવ બનાવી રહી હતી અને અમને બળજબરીથી લખનઉ લાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન યોગી સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું કે, તેમને સંતોષ થયો નથી.
કમલેશ તિવારીની માતાએ કહ્યું કે હિંદુ ધર્મમાં 13 દિવસ સુધી ક્યાંય જતાં નથી પરંતુ અમને બળજબરીથી સીતાપુરથી લખનઉ લાવવામાં આવ્યા છે. કમલેશની માતા કુસુમ તિવારીએ તે પણ કહ્યું કે, જો ન્યાય નહીં મળે તો અમે તલવાર ઉઠાવીશું.
પરિવારે સીએમ સાથે કરી મુલાકાત
હિંદુવાદી નેતા કમલેશ તિવારી મર્ડર મામલામાં ન્યૂયની આશા લઈને તેના પરિવારજનોએ રવિવારે લખનઉ સ્થિત સીએમ આવાસમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ પરિવાજનોએ જણાવ્યું કે, યોગી આદિત્યનાથે ઝડપથી હત્યારાઓની ધરપકડની માગ અને પરિવારને સુરક્ષાની માગ માની લીધી છે.
પરિવારજનોને ન્યાય જોઈએ, ન કોઈ લાલચ
સીએમ યોદી સાથે મુલાકાત બાદ કમલેશ તિવારીના પુત્ર સત્યમે જણાવ્યું કે, યોગી સાથે મુલાકાત દરમિયાન તેણે કોઈ અન્ય માગની વાત માની નથી. તો પત્ની કિરણ તિવારીએ કહ્યું કે, મુખ્યપ્રધાને ન્યાયનો વિશ્વાસ આપ્યો છે, પરિવારને ન્યાય જરૂર મળશે. પરિવારજનોએ કહ્યું કે, તેને અન્ય કોઈ વસ્તુની લાલચ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે