J&K: 9 એન્કાઉન્ટરમાં 13 આતંકવાદી ઠાર, પંપોરમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર

સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને પુલવામા જિલ્લાના પંપોર (Pampore) વિસ્તારમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. આ એન્કાઉન્ટરમાં ખાંડે સહિત બે આતંકવાદીઓના ઠાર માર્યા હતા.

J&K: 9 એન્કાઉન્ટરમાં 13 આતંકવાદી ઠાર, પંપોરમાં લશ્કરનો ટોપ કમાન્ડર ઠાર

શ્રીનગર: જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) માં સિવિલિયનની ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાબળોએ આતંકવાદીઓ (Terrorists) ના વિરૂદ્ધ જોરદાર અભિયાન છેડાયેલું છે. ગત થોડા દિવસોમાં 9 ઓપરેશન કરીને 13 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તેમાંથી 3 આતંકવાદી ગત 24 કલાકમાં મોતને ભેટ્યા છે. 

પંપોરમાં ઠાર માર્યો લશ્કર કમાંડર
સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને પુલવામા જિલ્લાના પંપોર (Pampore) વિસ્તારમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. આ એન્કાઉન્ટરમાં ખાંડે સહિત બે આતંકવાદીઓના ઠાર માર્યા હતા. આઇજી વિજય કુમારે જણાવ્યું હતું કે ઉમર મુશ્તાક ખાંડે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગર જિલ્લાના બઘાટમાં બે પોલીસકર્મીની હત્યાની ઘટનામાં સામેલ હતા. તે આ પહેલાં પણ ઘાટીમાં ઘણા હુમલાને અંજામ આપી ચૂક્યો હતો. 

ટોપ ટેન આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો
જમ્મૂ કાશ્મીર પોલીસ (Jammu Kashmir Police) એ આ વર્ષે ઓગસ્ટમાં ટોપ ટેન આતંકવાદીઓ (Terrorists) ની યાદી જાહેર કરી હતી. જેમાં ખાંડેનું પણ નામ હતું. ત્યારબાદ ઉમર મુશ્તાક ખાંડે સુરક્ષાબળોના નિશાન પર આવી ગયો હતો. પ્રદેશમાં અચાનક ટાર્ગેત કિલિંગની ઘટનાઓ શરૂ થતાં સુરક્ષબળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાનમાં તેજી લાવી દીધી. ત્યારબાદ શનિવારે ખાંડે સહિત બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા.  

કાશ્મીર ઝોનના આઇજી વિજય કુમારે સિવિલિયન નાગરિકોની હત્યાની પાછળ કોઇપણ પ્રકારની સુરક્ષા ચૂકથી મનાઇ કરી છે. તેમણે કહ્યું કે તમામ સુરક્ષા પુરી પાડવી સંભવ નથી. એવામાં સામાનય નાગરિક આતંકવાદીઓ સરળ ટાર્ગેટ  (સોફ્ટ ટાગેટ) થઇ શકે છે. 

9 દિવસમાં ઠાર માર્યા 13 આતંકવાદી
આઇજીએ કહ્યું કે ગત અઠવાડિયે માર્યા ગયેલા કોઇપણ નિવાસીને પોલીસે સુરક્ષા પુરી પાડી ન હતી. તેમણે કહ્યું કે સુરક્ષાબળોએ ઝડપથી કાર્યવાહી કરી અને હત્યાઓમાં સામેલ તમામ પાંચ આતંકવાદીઓ (Terrorists) ની ઓળખ કરવામાં આવી લીધી. તેમણે કહ્યું કે તેમાંથી બે ઠાર મારવામાં આવ્યા છે અને અન્ય ત્રણને પણ જલદી જ શોધી કાઢવામાં આવશે. આઇજીએ કહ્યું કે 8 ઓક્ટોબરથી અત્યાર સુધી નવ એન્કાઉટરમાં 13 આતંકવાદી ઠાર માર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news