જમ્મુ-કાશ્મીરમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે 'ઈન્વેસ્ટર્સ સમિટ', દેશભરના ઉદ્યોગપતિને આમંત્રણ 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસની હરણફાળ ભરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને ગૃહમંત્રાલય દ્વારા અહીં એક ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે 
 

જમ્મુ-કાશ્મીરમાં 12થી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે 'ઈન્વેસ્ટર્સ સમિટ', દેશભરના ઉદ્યોગપતિને આમંત્રણ 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી હવે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિકાસની હરણફાળ ભરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને ગૃહમંત્રાલય દ્વારા અહીં એક ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે. આગામી 12-14 ઓક્ટોબર દરમિયાન અહીં ત્રણ દિવસની સૌ પ્રથમ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે. 

સમાચાર એજન્સી ANIના અનુસાર જમ્મુ-કાશ્મીરના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મુખ્ય સચિવ એન.કે. ચૌધરીએ જણાવ્યું છે કે, "જમ્મુ-કાશ્મીર દ્વારા આગામી 12થી 14 ઓક્ટોબર દરમિયાન ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું છે. અત્યાર સુધીની આ સૌ પ્રથમ ગ્લોબલ સમિટ હશે. 12 ઓક્ટોબરના રોજ શ્રીનગર ખાતે આ સમિટનું ઉદ્ઘાટન સેશન યોજવામાં આવશે." 

— ANI (@ANI) August 13, 2019

આ સમિટને સફળ બનાવવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી 2000થી વધુ વ્યક્તિઓને બોલાવાનું આયોજન કરાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત ઈન્વેસ્ટર્સ સમીટની માહિતી પહોંચાડવા દેશના અલગ-અલગ શહેરોમાં ગૃહમંત્રાલય કાર્યક્રમ પણ આયોજિત કરશે. 

Restrictions being eased out in phased manner in Jammu and Kashmir; national highway functioning normally: MHA

નવા બનાવાયેલા કેન્દ્રશાસિત પ્રદેશ માટે આ સમિટ રોકાણનાં નવા આયામો લઈને આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ રાજ્યમાંથી કલમ 370 નાબૂદ થયા પછી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે, રાજ્યના લોકોને શાંતિ અને સમૃદ્ધિ માટે નવી વિશાળ તકો ઉપલબ્ધ બનશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news