J&K: આ 5 સોશિયલ મીડિયા એકાઉન્ટ જેનાથી લશ્કર એ તોયબા ફેલાવે છે આતંકવાદ
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર પોલીસે પાંચ એવા સોશ્યલ મીડિયા એકાઉન્ટનો ખુલાસો કર્યો છે, જેનાં દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર એ તોબાનાં આતંકવાદી કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ પાંચેય એકાઉન્ટ અંગે ત્યારે જાણવા મળ્યું, જ્યારે તેઓ પત્રકાર શુજાત બુખારી હત્યાકાંડની તપાસ કરી રહ્યા હતા.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કેટલાક એવા સોશ્યલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા, જેનાંથી સતત કાશ્મીર સાથે નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ જ સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા આતંકવાદીઓ કાશ્મીરનાં નવયુવાનોને આતંકવાદ તરફ ખેંચવાનાં કાવત્રામાં લાગેલા હતા. કાશ્મીર પોલીસે તે વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે, જેનાં ઇશારે આ તમામ સોશ્યલ મીડિયા સાઇટ પર ભડકાઉ કંટેટ નાખવામાં આવી રહ્યું છે. આ વ્યક્તિ મુળ રીતે જમ્મુ કાશ્મીરનો વ્યક્તિ છે. હાલનાં સમયમાં તે પાકિસ્તાનથી આ તમામ સોશ્યલ મીડિયા એકાઉન્ટને ઓપરેટ કરી રહ્યો છે.
કાશ્મીર જોનનાનાં પોલીસ મહાનિરીક્ષક એસ.પી પાણી અનુસાર, પત્રકાર શુજાત બુખારી અને તેનાં બે સુરક્ષા કર્મચારીઓની હત્યાની તપાસ માટે રચાયેલી સ્ટેશન ઇન્વેસ્ટીગેશ ટીમને જાણવા મળ્યું કે, કાશ્મીરાં કેટલાક એવા સોશ્યલ મીડિયા એકાઉન્ટ છે, જેનાં દ્વારા સતત કાશ્મીર અને પત્રકાર સુજાત બુખારીની વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરવામાં આવતી હતી.
આ સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં કાશ્મીર ફાઇટ, વર્લ્ડ પ્રેસ, કડવા સચ કાશ્મીર, અહેમદ ખાલિદ અને અહેમદ ખાલીદ @123 એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં કાશ્મીર ફાઇટ અને વર્લ્ડ એક્સ્પ્રેસ નામની એક સાઇટ ચલાવાઇ રહી છે. જ્યારે કડવા સચ કાશ્મીરનું એક ફેસબુક એકાઉન્ટ છે.
#shujaatbukhari. Police investigation has identified 4 LeT operatives wanted by law for the killings. Further investigation is going on. @JmuKmrPolice @spvaid @DIGCKRSGR @PoliceSgr pic.twitter.com/ezRrvvBYoJ
— Kashmir Zone Police (@KashmirPolice) June 28, 2018
બે અન્ય એકાઉન્ટ ટ્વીટર હેન્ડલ છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ બંન્ને એકાઉન્ટ્સનું સત્ય તપાસવા માટે ટ્વીટર અને ફેસબુક સહિત અન્ય સર્વિસ પ્રોવાઇડર કંપનીઓનો સંપર્ક કર્યો છે. આ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ દ્વારા અપાયેલા દસ્તાવેજોથી જમ્મુ કાશ્મીર પોલીસને જાણવા મળ્યું કે, આ એકાઉન્ટ્સ લશ્કર એ તૈયબા નામનાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા લોકોનાં છે.
સર્વિસ પ્રોવાઇડર કંપનીએ એવી પણ માહિતી આપી કે આ એકાઉન્ટ્સનાં તમામ પોસ્ટ પાકિસ્તાનથી કરવામાં આવે છે. સર્વિસ પ્રોવાઇડર કંપની પાસેથી મળેલા પુરાવાઓની મદદથી પોલીસે પોતાની તપાસ આગળ વધારી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે તપાસનાં વર્તુળમાં સોશ્યલ મીડિયા એકાઉન્ટને શેખ સજ્જાદ ગુલ ઉર્ફે અહેમદ ખાલિદ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો છે.
સજ્જાદ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે મુળ રીતે તે કાશ્મીરની રાજધાની શ્રીનગરનો રહેવાસી છે. માર્ચ 2017માં શેખ સજ્જાદ લશ્કર એ તોયબા દ્વારા બોલાવાતા પાકિસ્તાન જતો રહ્યો હતો. ત્યાર બાદ તે પાકિસ્તાનમાં રહીને લશ્કર એ તોયબાની મીડિયા સેલ ચલાવી રહ્યો છે.
તપાસ દરમિયાન પોલીસ અધિકારી તે સમયે ચોંકી ઉઠ્યા જ્યારે તેમને જાણવા મળ્યું કે શેખ સજ્જાદને આતંકવાદ અંગેની બે ઘટનાઓમાં પકડવામા આવી ચુક્યો છે. પહેલીવાર શેખ સજ્જાદને 2002માં દિલ્હીમા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2012માં પારીમપોરા વિસ્તારમાં થયેલ આતંકવાદી ઘટના અંગે જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ માટે ચોંકાવનારી બાબત હતી કે આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં સંડોવાયેલ હોવા છતા શેખ સજ્જાદને પાસપોર્ટ કઇ રીતે મળી ગયો. કાશ્મીર જોનનાં આઇજી એસપી પાણીએ પાસપોર્ટ સંબંધિત મુદ્દે તપાસ કરીને દોષીત અધિકારીઓની ઓળખ કરવાનાં આદેશ આપ્યા છે. પોલીસને શંકા છે કે કોઇ આંતરિક મિલીભગતને કારણે સજ્જાદ દેશમાંથી ભાગવામાં સફળ રહ્યો છે.
તપાસ દરમિયાન પોલીસે તે આતંકવાદીઓની પણ ઓળખ કરી લીધી હતી જે બાઇક પર આવીને પત્રકાર સુજાત બુખારીની હત્યા કરી હતી. ત્રણેય આતંકવાદી મુજફ્ફર અહેમદ, નવીદ જટ્ટ અન આઝાદ અહેમદ મલિક તરીકે થઇ છે. કાશ્મીર જોન પોલીસ અનુસાર ત્રણેય આતંકવાદીઓ લશ્કર એ તૈયબા નામના આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે