ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજ્યનો દરજ્જો આપવા પર ભારતની સ્પષ્ટ વાત- POKમા ફેરફાર મંજૂર નહીં
ભારતે સ્પષ્ટ રીતે કહ્યું કે, પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનને ખાલી કરે. પાકે ગેરકાયદેસર રીતે અંતરિમ રાજ્યનો દરજ્જો આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ એક ચાલ ચાલી છે, જેનો ભારતે જોરદાર વિરોધ કર્યો છે. બકીકતમાં ભારતના ભાગ ગિલગિટ-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan)ને પાકિસ્તાને પ્રોવિન્સનો દરજ્જો આપ્યો છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતે આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, ભારત સરકાર પાકિસ્તાનના ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર કબજો અને ફેરબદલને રિજેક્ટ કરે છે. લદ્દાખ (ગિલગિત બાલ્ટિસ્તાન સહિત) જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
ભારતે રવિવારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કોઈપણ પ્રકારના ફેરફારનો સ્વીકાર કરાશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે રવિવારે કહ્યુ કે, પીઓકેમાં કોઈપણ પ્રકારના પરિવર્તનનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, હું ફરીથી સ્પષ્ટ કરુ છું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિત-બાલ્ટિસ્તાન સહિત પીઓકે ભારતનું અભિન્ન અંગ છે.
આ સાથે તેમણે કહ્યું કે, આ પ્રકારના પ્રયાસ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાનો દાવો કરે છે. આ પ્રકારના પ્રયાસોથી પાક અધિકૃત ક્ષેત્રોમાં રહેતા લોકોની સાથે સાત દાયકાથી વધુ સમય સુધી માનવ અધિકારોના ઉલ્લંઘન અને આઝાદીથી વંચિત રાખવાને છુપાવી શકાય નહીં. તેમણે કહ્યું- અમે પાકિસ્તાનને પોતાના ગેરકાયદેસર કબજા વાળા તમામ ક્ષેત્રોને તત્કાલ ખાલી કરવાનું આહ્વાન કરીએ છીએ.
Such attempts, intended to camouflage Pak's illegal occupation, can't hide grave human rights violations & denial of freedom for over 7 decades to people residing in these Pak occupied territories:MEA Spox on Pak PM announcing 'provisional provincial status' to 'Gilgit-Baltistan' https://t.co/fHU2ZOCaEv
— ANI (@ANI) November 1, 2020
પાકિસ્તાનની ચાલ પાછળ ચીનનો હાથ
જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાને ચીનના દેવા અને દબાવમાં આ નિર્ણય લીધો છે. તો ભારત પહેલા પોતાનો વિરોધ નોંધાવી ચુક્યું છે. ઇસ્લામાબાદમાં આયોજીત 73માં સ્વતંત્રતા સમારોહ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગિલગિત-બાલ્ટિસ્તાનને પાકિસ્તાનના અંતરિમ રાજ્યનો દરજ્જો આપ્યો છે.
Bihar Election: પીએમ મોદી પર લાલુ યાદવે કર્યો પલટવાર- ડબલ નહીં આ ટ્રબલ એન્જિન છે
નવેમ્બરમાં ચૂંટણીની જાહેરાત
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને જાહેરાત કરી છે કે ગિલગિત-બાલ્ટિસ્તાનને બંધારણીય અધિકાર આપવામાં આવશે. તેમણે કહ્યું અહીં નવેમ્બરમાં ચૂંટણી કરાવવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને કારણે તેઓ ગિલગિટ-બાલ્ટિસ્તાન માટે વિકાસ પેકેજોની હાલ જાહેરાત કે ચર્ચા ન કરી શકે. ઇમરાન ખાને કહ્યુ, અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિશદના પ્રસ્તાવોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે