ભારત-અમેરિકાના વિદેશ તથા રક્ષામંત્રીઓ વચ્ચે 26-27 ઓક્ટોબરે યોજાશે બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા


અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના એક સપ્તાહ પહેલા યોજાનારી આ બેઠકનું વર્તુળ મર્યાદિત હશે. જો બંન્ને દેશો વચ્ચે BECA ડીલ પર હસ્તાક્ષર કરવાની સહમતી બની જાય તો તે બેઠકની સૌથી મોટી સિદ્ધિ હશે. 

ભારત-અમેરિકાના વિદેશ તથા રક્ષામંત્રીઓ વચ્ચે 26-27 ઓક્ટોબરે યોજાશે બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

નવી દિલ્હીઃ ચીનની સાથે જારી તણાવ વચ્ચે ભારત અને અમેરિકાના રક્ષા મંત્રી તથા વિદેશ મંત્રીઓની વાર્તા દરમિયાન  BECA ( Basic Exchange and Cooperation Agreement, BECA) ડીલ પર હસ્તાક્ષર થવાની આશા છે. નવી દિલ્હીમાં 26-27 ઓક્ટોબરે થનારી વાર્તા દરમિયાન બંન્ને દેશોના વિદેશ મંત્રી તથા રક્ષામંત્રીઓ વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવશે. મહત્વનું છે કે ભારત અને અમેરિકાના રક્ષા તથા વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનારી બેઠકની તૈયારીઓ ચાલી રહી છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના એક સપ્તાહ પહેલા યોજાનારી આ બેઠકનું વર્તુળ મર્યાદિત હશે. જો બંન્ને દેશો વચ્ચે BECA ડીલ પર હસ્તાક્ષર કરવાની સહમતી બની જાય તો તે બેઠકની સૌથી મોટી સિદ્ધિ હશે. બંન્ને તરફથી વાતચીતના ફોર્મેટને આગામી બે દિવસની અંદર અંતિમ રૂપ આપવાની આશા છે. આ ભારત અને અમેરિકા વચ્ચે ત્રીજી સમજુતી હશે. આ પહેલા 2016મા લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ અને 2018મા કમ્યુનિકેશન્સ સુસંગતતા અને સુરક્ષા કરાર થયો હતો. 

રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકી સમકક્ષ માર્ક એસ્પર તથા માઇક પોમ્પિયો વચ્ચે બેઠક દરમિયાન BECA ડીલ પર હસ્તાક્ષરની આશા છે. આ સમજુતીથી બંન્ને દેશોની સશસ્ત્ર સેનાઓ વચ્ચે ભૂસ્થાનિક (geospatial) સહયોગના મુદ્દા પર વાતચીત શરૂ થશે. ભારત અને અમેરિકા રક્ષાના ક્ષેત્રમાં મળીને કામ કરી રહ્યાં છે. પાછલા 15 વર્ષોમાં ભારતે અમેરિકા પાસેથી 20 બિલિયન ડોલરની કિંમતના હથિયારોનું અધિગ્રહણ કરી લીધું છે. તેમાં C-17 ગ્લોબમાસ્ટર્સ અને C-130J સુપર હરક્યૂલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સામેલ છે.  

બિહાર ચૂંટણી 2020: રોમાંચક મુકાબલો,  ગઠબંધન 4 પરંતુ CM પદ માટે 6 દાવેદાર 

આ વાર્તાનો નિર્ણય જૂન, 2017મા પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આ મુલાકાતમાં લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી બે વાર આ વાતચીત થઈ ચુકી છે. આ રીતે ત્રણ બેઠકોનો રાઉન્ડ ચાલે છે. પહેલા બંન્ને દેશોના વિદેશ તથા રક્ષા મંત્રીઓની અલગ-અલગ બેઠક થાય છે. ત્યારબાદ એક સંયુક્ત બેઠક થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news