Corona સંકટ વચ્ચે સરકારે લોકોની મદદ માટે જાહેર કર્યા 4 હેલ્પલાઇન નંબર, તમે પણ જાણો

કોરોના સંકટ વચ્ચે દેશમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. હવે આવા લોકોની મદદ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

Corona સંકટ વચ્ચે સરકારે લોકોની મદદ માટે જાહેર કર્યા 4 હેલ્પલાઇન નંબર, તમે પણ જાણો

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે લોકોની મદદ માટે ચાર હેલ્પલાઇન નંબર જારી કર્યાં છે. આ સાથે સરકારે માધ્યમોને અપીલ કરી છે કે તે રાષ્ટ્રીય સ્તરના આ ચાર નંબરો વિશે જાગરૂતતા ફેલાવે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, એક ટિકરના રૂપમાં સમય-સમયે ટીવી ચેનલો આ નંબરનું પ્રસારણ કરી શકે છે. 

આ ચાર હેલ્પલાઇન નંબરોમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયની રાષ્ટ્રીય હેલ્પલાઇન સંખ્યા 1075, મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયનો ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો વરિષ્ઠ નાગરિક હેલ્પલાઇન 14567 સામેલ છે. એટલું જ નહીં મનોવૈજ્ઞાનિક સહાયતા માટે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને તંત્રિકા વિજ્ઞાન સંસ્થા (નિમહંસ) નો હેલ્પલાઇન નંબર 08046110007 પણ છે. 

📍4 National Level Helpline Numbers:

➡️ 1075: National Helpline No.
➡️ 1098: Child Helpline No.
➡️ 14567: Senior Citizens Helpline No.
➡️ 08046110007: Helpline No. of NIMHANS for psychological support#Unite2FightCorona #StaySafe pic.twitter.com/uOrGy64Q9V

— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 30, 2021

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,65,553 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો  2,78,94,800 થયો છે. જેમાંથી 21,14,508 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,76,309 લોકો કોરોનાથી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા લોકોનો આંકડો 2,54,54,320 થયો છે. 24 કલાકમાં 3460 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 3,25,972 થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news