કોરોના એ બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાનું સૌથી મોટું સંકટ: PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ બાદ હાલ સૌથી મોટું સંકટ આવ્યું છે. જે રીતે વિશ્વયુદ્ધ બાદ દુનિયા બદલાઈ ગઈ હતી તે જ રીતે કોરોના બાદ દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ જશે. 

કોરોના એ બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાનું સૌથી મોટું સંકટ: PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ બાદ હાલ સૌથી મોટું સંકટ આવ્યું છે. જે રીતે વિશ્વયુદ્ધ બાદ દુનિયા બદલાઈ ગઈ હતી તે જ રીતે કોરોના બાદ દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ જશે. 

તેમણે કહ્યું કે આ જંગમાં કોરોના યોદ્ધાઓની ભૂમિકા ખુબ મહત્વની છે. દુનિયા ભારત સામે જોઈ રહી છે. આપણે માનવતા સંબંધિત વિકાસ તરફ જોવું પડશે. ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ વરદી વગરના સૈનિકો છે. પીએમ મોદીએ કહ્યું કે વાયરસ ભલે invisible (અદ્રશ્ય) છે પરંતુ કોરોના યોદ્ધાઓ invincible (અજેય, અદમ્ય) છે. તેમણે કહ્યું કે 22 વધુ AIIMS ખુલી છે અને ભારત વિકાસ કરી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં એમબીબીએસની 30 હજાર સીટો વધી છે. તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ 15000નો વધારો થયો છે. કોરોના યોદ્ધાઓ પર સતત થઈ રહેલા હુમલાઓને લઈને ફરીથી પીએમ મોદીએ આકરું વલણ અપનાવતા કહ્યું કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ફ્રન્ટલાઈન કોરોના વર્કર્સ સાથે થઈ રહેલો ખરાબ વર્તાવ જરાય સહન કરી શકાય નહીં. 

— ANI (@ANI) June 1, 2020

હેલ્થ વર્કરો સાથે હિંસા સહન નહીં કરવામાં આવે
પીએમ મોદીએ ફરીથી આકરું વલણ અપનાવતા કહ્યું કે હેલ્થ વર્કરો સાથે હિંસા કદાપી સહન નહીં કરાય. તેમણે કહ્યું કે આ માટે અમે પગલાં પણ ભર્યા છે. ફ્રન્ટલાઈન મેડિકલ વર્કર્સને 50 લાખનું કવચ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ડોક્ટરો, નર્સ, સફાઈ કામદારો, સાથે હિંસા અને દુર્વ્યવહાર સહન કરવામાં નહીં આવે. આવી ચીજોને રોકવા માટે પગલાં લેવામાં આવ્યાં છે. કોઈ પણ સ્થિતિમાં સુરક્ષા આપવામાં આવશે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત દુનિયાની સૌથી મોટી હેસ્થ સ્કિમ છે. બે વર્ષથી ઓછા ગાળામાં તેનો ફાયદો એક કરોડથી વધુ લાભાર્થીએ લીધો છે. મહિલાઓ અને ગામડાના લોકો તેના સૌથી વધુ લાભાર્થી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news