હેલીકોપ્ટર ક્રેશઃ 14 લોકોમાં માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ બચી શક્યા, ચાલી રહી છે સારવાર


CDS General Bipin Rawat Helicopter Crash: હેલીકોપ્ટર દુર્ઘટનામાં એક માત્ર સર્વાઇવર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર શૌર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. 
 

હેલીકોપ્ટર ક્રેશઃ 14 લોકોમાં માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ બચી શક્યા, ચાલી રહી છે સારવાર

નવી દિલ્હીઃ ભારતીય વાસુ સેનાનું એમઆઈ -17V5 હેલીકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થઈ ગયું. દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત (Madhulika Rawat) સહિત 13 લોકોના નિધન થયું છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ આ હેલીકોપ્ટર દુર્ઘટનાના એકમાત્ર સર્વાઈવર છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ સ્થિતિ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. 

આ વર્ષે મળ્યું હતું શૌર્ય ચક્ર
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ (Gp Capt Varun Singh) નું આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર શૌર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમને આ સન્માન 2020માં એક હવાઈ ઇમરજન્સી દરમિયાન પોતાના એલસીએ તેજસ લડાકૂ વિમાનને બચાવવા માટે મળ્યુ હતું. એરફોર્સ દ્વારા આપવામાં આવી રહેલી જાણકારી પ્રમાણે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સારવાર વર્તમાનમાં વેલિંગટનની સૈન્ય હોસ્પિટલમાં ચાલી રહી છે. 

— ANI (@ANI) December 8, 2021

CDS રાવત અને તેમના પત્નીનું નિધન
મહત્વનું છે કે દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે. વાયુસેનાએ તેની પુષ્ટિ કરી છે. હેલીકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના નિધન થયા છે. આ દુર્ઘટનામાં તેમના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયુ છે. જનરલનો મૃતદેહ ગુરૂવારે સાંજ સુધી દિલ્હી લાવવામાં આવશે. હેલીકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા જેમાંથી એક ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સારવાર ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news