SCનું અપમાન કરવા પર નાગેશ્વર રાવને દિવસભર ઉભા રહેવાની સજા, 1 લાખનો દંડ
સીબીઆઇની તરફથી અટાર્ની જનરલ કેકે વેણુગોપાલને દલીલ કરી હતી કે નાગેશ્વર રાવે માફી માગી છે અને તેમણે ઇરાદાપૂર્વક સુપ્રીમકોર્ટનું અપમાન કર્યું નથી.
Trending Photos
નવી દિલ્હી: કોર્ટના અપમાન મામલે સીબીઆઇના પૂર્વ ઇન્ટરિમ ડિરેક્ટર નાગેશ્વર રાવને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસે મંગળવારે સુનાવણી કરતા નાગેશ્વર રાવને કોર્ટનું અપમાન કરવા મુદ્દે દોષિત ગણાવ્યા છે. સાથે જ તેમને સાજાના રૂપમાં દિવસભર કોર્ટમાં ઉભા રહેવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમના પર 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ પહેલા નાગેશ્વર રાવને અપમાન મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રી કોર્ટે ખાનગી રીતે હાજર થવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઇની તરફથી અટાર્ની જનરલ કેકે વેણુગોપાલને દલીલ કરી હતી કે નાગેશ્વર રાવે માફી માગી છે અને તેમણે ઇરાદાપૂર્વક સુપ્રીમકોર્ટનું અપમાન કર્યું નથી.
ચિફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે લીગલ એડવાઇઝરે કહ્યું બહતું કે એકે શર્માનું ટ્રાન્સફર કરતા પહેલા સુપ્રીમકોર્ટમાં સોગંદનામું દાખલ કરવાની પરવાનગી માગવામાં આવે, પરંતુ એવું કરવામાં આવ્યું નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ નારાજગી દેખાળતા કહ્યું કે નાગેરશ્વર રાવને સુપ્રીમ કોર્ટના જુના આદેશની જાણ હતી, ત્યારે તો તેમણે લીગલ વિભાગ પાસે અભિપ્રાય માગ્યો અને લીલગ એડવાઇઝરને કહ્યું કે એકે શર્માનું ટ્રાન્સફર કરતા પહેલા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી પરવાનગી માગવામાં આવે પરંતુ, એવું કેમ કરવામાં આવ્યું નથી.
વધુમાં વાંચો: અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ફોન, શિવસેનાએ ગઠબંધન માટે 1995ના ફોર્મ્યૂલા પર મુક્યો ભાર
અટર્ની જનરલે કહ્યું કે નાગેશ્વર રાવે તેમની ભૂલ સ્વીકારી છે. તેમણે ઇરાદાપૂર્વક આવું કર્યું ન હતું. CJIએ કહ્યું કે ટ્રાન્સફર કરતા પહેલા કોર્ટમાં એફિડેવિટ આપવું જોઇતું હતું. તેમણે કહ્યું કે ફાઇલ નોટિસથી સ્પષ્ટ થાય છે કે નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટના આદેશ વિશે જાણતા હતા. ચીફ જસ્ટિસે ટ્રાન્સફર પ્રક્રિયાની ઝડપ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો એક ઇન્ટરિમ ડિરેક્ટર ટ્રાન્સફરનો આદેશ ના કરતા તો શું આકાશ ટૂટી પડતું.
આ પહેલા એમ નાગેશ્વર રાવે સોમવારે સ્વીકાર કર્યું કે સીબીઆઇના ઇન્ટરિમ પ્રમુખ રહેતા તેઓ તપાસ એજન્સીના પૂર્વ સંયુક્ત ડિરેક્ટર એ.કે. શર્માની બદલી કરવાની તેમણે ભૂલ કરી અને તેમણેમ સુપ્રીમ કોર્ટથી તેના માટે માફી માગતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો.
વધુમાં વાંચો: દિલ્હી: કરોલબાગની હોટલમાં લાગી ભીષણ આગ, 17 લોકોના મોત
રાવે સાત ફેબ્રુઆરીએ તેમણે જાહેર અપમાન નોટીસના જવાબમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટથી બિનશરતી માફી માગે છે. તેમણે તેમના માફીનામામાં કહ્યું કે, હું ગંભીરતાથી મારી ભૂલનો સ્વીકાર કરુ છું અને બિનશરતી માફી માગવા દરમિયાન હું ખાસ રીતથી કહું છું કે મેં ઇરાદાપૂર્વક આ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું નથી કેમકે, હું સપનામાં પણ આ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનું વિચારી શકતો નથી.
કોર્ટે તેના આદેશનું ઉલ્લંઘન કરતા શર્માનુ એજન્સી બાદ ટ્રાન્સફર કરવા માટે 7 ફેબ્રુઆરીએ સીબીઆઇને ઠપકો આપ્યો હતો અને રાવને 12 ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું હતું. શર્મા બિહારમાં બાળગૃહ મામલે તપાસ કરી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે