ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો ઉંચકાયો, ખેડૂતો થઈ જાય એલર્ટ! હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝરી
Advisory For Farmers: ફેબ્રુઆરીમાં ગરમી ભુક્કા કાઢી રહી છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાનના કિસાનો માટે તો હવામાન વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે. દેશના ઘણા ભાગમાં તાપમાન વધ્યું, જેના કારણે ગરમી પણ વધી રહી છે. આવો જાણીએ હવામાન વિભાગે ક્યા-ક્યા ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગમાં ફેબ્રુઆરીના મહિનામાં જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાત, રાજસ્થાન, ગોવા અને તટીય કર્ણાટકમાં તાપમાન 35થી 39 ડિગ્રી વચ્ચે બનેલું છે, જે નોર્મલથી 4-5 ડિગ્રી વધુ છે. તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં વધુમાં વધુ તાપમાન 23થી 28 ડિગ્રી વચ્ચે છે. તો પંજાબ, હરિયાણા, દિલ્હીમાં તાપમાન 28થી 33 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાન સામાન્યથી 5થી 7 ડિગ્રી વધુ રહેવાનું છે. તાપમાનમાં વધારાને જોતા હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કિસાનો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જાણકારી આપી છે તે પ્રમાણે, દિવસમાં વધુ તાપમાન ઘઉંના પાકને નુકસાન પહોંચાડી શકે છે. ઘઉંનો પાક પાકી ગયો છે. તેવામાં વધુ તાપમાન તેને નુકસાન પહોંચાડી શકે છે.
કિસાનો માટે એડવાઇઝરી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ખેડૂતો માટે એડવાઈઝરી જારી કરી છે. હવામાન વિભાગે ખેડૂતોને વધતા તાપમાનથી પાકને બચાવવા માટે હળવી સિંચાઈ કરવાની સલાહ આપી છે. તે જ સમયે, જમીનની ભેજ અને તાપમાન જાળવી રાખવા માટે, પથારીની વચ્ચે લીલા ઘાસ જેવી વસ્તુઓ મૂકવાની સલાહ આપવામાં આવી છે.
હીટવેવ પર શું છે અપડેટ?
હવામાન વિભાગે રવિવારે કોંકણ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગ માટે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું હતું. પરંતુ હવામાન વિભાગે બાદમાં એલર્ટને પરત લઈ લીધું છે. તો સોમવારે મોડી રાત્રે રિલીઝ કરવામાં આવેલી અખબારી યાદીમાં હવામાન વિભાગે કહ્યું કે આ વિસ્તારમાં ગુરૂત્તમ તાપમાન નોર્મલથી 4થી 9 ડિગ્રી વધુ છે.
ફેબ્રુઆરીમાં આટલી ગરમી કેમ છે?
આ દિવસોમાં ઉત્તર અને પશ્ચિમ ભારત સહિત લગભગ સમગ્ર દેશમાં તાપમાન રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શી રહ્યું છે. દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે છે, જેના કારણે વરસાદ પડે છે અને તાપમાનમાં વધુ વધારો થતો નથી, પરંતુ આ વર્ષે મજબૂતને બદલે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે. તે પણ એક પછી એક, જેના કારણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગનું પૂર્વાનુમાન લગાવનારી એજન્સી સ્કાઈમેટ પ્રમાણે તાપમાનમાં આ અસામાન્ય વધારા માટે હવામાનના બે કારણ હોઈ શકે છે. ત્યાં ધીમે ધીમે પશ્ચિમી વિક્ષેપ હોઈ શકે છે જે પશ્ચિમ હિમાલય તરફ આવી રહ્યો છે પરંતુ તે કોઈ નોંધપાત્ર વરસાદ અથવા બરફ આપવા માટે સક્ષમ નથી. આ સિવાય આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે. એટલા માટે ઉત્તર તરફથી ઠંડા પવનો ફૂંકાતા નથી જે તાપમાનમાં વધારો અટકાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે