સરકાર અને કિસાનો વચ્ચે સાડા સાત કલાક ચાલ્યું મંથન, હવે 5 ડિસેમ્બરે ફરી બેઠક
કિસાનો સાથે બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, કિસાનો સાથે સરકાર વાતચીત કરી રહી છે. તેમના મુદ્દાનું સમાધાન કાઢવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, કિસાનોએ આંદોલન સમાપ્ત કરી દેવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ બિલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કિસાનો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક આસરે સાડા સાત કલાક ચાલી હતી. હવે ફરી 5 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકોમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તો સરકારે ખેડૂતોના પશ્નોના પણ જવાબ આપ્યા હતા. આ વચ્ચે માહિતી મળી છે કે MSPને લઈને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. એમએસપીના મુદ્દે કૃષિ મંત્રીએ કિસાનોને વિશ્વાસ અપાવ્યો કે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. કૃષિ મંત્રીએ કહ્યુ કે, કિસાનોની ચિંતા વ્યાજબી છે. અમે ઈચ્છીએ કે એમએસપી મજબૂત થાય. એમએસપીમાં કોઈ ફેરફાર થવાનો નથી.
કિસાનો સાથે બેઠક બાદ બોલ્યા કૃષિ મંત્રી
કિસાનો સાથે મેરાથોન બેઠક પૂર્ણ કર્યા બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, સરકાર કિસાનોના હિત માટે પ્રતિબદ્ધ છે. કિસાનોની ચિંતા વ્યાજબી છે. સરકાર ખુલા મનથી કિસાન યૂનિયન સાથે ચર્ચા કરી રહી છે. કિસાનોની 2-3 બિંદુઓ પર ચિંતા છે. બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. APMSને મજબૂત બનાવવા પર સરકાર વિચાર કરશે.
Govt will contemplate about seeing that APMC is further strengthened & its usage increases. New laws lay down provision for pvt mandis outside purview of APMC. So, we'll also contemplate about having an equal tax for pvt as well as mandis under AMPC Act: Agriculture Minister https://t.co/qIK4UJrzJI
— ANI (@ANI) December 3, 2020
એક સવાલના જવાબમાં કૃષિ મંત્રીએ કહ્યુ કે, આંદોલન સમાપ્ત કરવાને લઈને કિસાન નેતાઓને કંઈ કહ્યુ નથી પરંતુ મીડિયાના માધ્યમથી કિસાનોને આગ્રહ કરવા ઈચ્છુ છું કે સરકાર અને કિસાન યૂનિયનોની વાતચીત ચાલી રહી છે, તમે લોકો આંદોલન સમાપ્ત કરી દો. તેમણે કહ્યુ કે, વાતચીત શરૂ થઈ છે તો હલ નિકળશે.
APMC ને મજબૂત બનાવે સરકાર
કૃષિ મંત્રીએ કહ્યુ કે, કિસાન યૂનિયન અને કિસાનોની ચિંતા છે કે નવા એક્ટમાં APMC સમાપ્ત થઈ જશે. ભારત સરકાર આ વાત પર વિચાર કરશે કે APMC સશક્ત થાય અને APMCનો ઉપયોગ વધે. તેમણે કહ્યું કે, કિસાન યૂનિયનની પરાલીના વિષયમાં એક અધ્યાદેશ પર શંકા છે. વિદ્યુત એક્ટ પર પણ તેમની શંકા છે. તેના પર પણ સરકાર ચર્ચા કરવા તૈયાર છે.
સરકાર પર આંદોલનનો દબાવ
આઝાદ કિસાન સંઘર્ષ સમિતિના હરજિંદર સિંહ ટાંડાએ કહ્યુ કે, વાર્તા આગળ વધી રહી છે. હાફ ટાઇમમાં લાગી રહ્યું હતું કે, બેઠકનું કોઈ પરિણામ નિકળશે નહીં. બીજા હાફમાં લાગ્યું કે, સરકાર પર કિસાન આંદોલનનું દબાવ છે.
સરકારે એમએસપી પર સંકેત આપ્યાઃ રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે, સરકારે એમએસપી પર સંકેત આપ્યા છે. એમ લાગે છે કે એમએસપીને લઈને તેમનું વલણ યોગ્ય રહેશે. વાર્તામાં થોડી પ્રગતિ થઈ છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, તેમનો મુદ્દો કાયદો પરત લેવાનો છે. મુદ્દો માત્ર એક નથી, પરંતુ ઘણા મુદ્દે ચર્ચા થશે. કિસાન ઈચ્છે છે કે કાયદાને સરકાર પરત લે. સરકાર એમએસપી અને અધિનિયમોમાં સંશોધન વિશે વાત કરવા ઈચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે