મમતા બેનર્જીએ કહ્યું- પશ્ચિમ બંગાળમાં રહેતા દરેક બાંગ્લાદેશી ભારતીય નાગરિક છે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, બાંગ્લાદેશથી આગેલા લોકો જે ભારતમાં મતદાન કરે છે, તે ભારતના નાગરિક છે અને તેણે ફરી નાગરિકતા માટે અરજી કરવાની જરૂર નથી.
Trending Photos
કાલિયાગંજઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં બબાલ મચી છે. આ વચ્ચે મમતા બેનર્જીએ કહ્યું કે, બાંગ્લાદેશથી આવેલા તમામ લોકો ભારતીય નાગરિક છે, જે ચૂંટણીમાં મતદાન કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે, આવા લોકોએ ફરીથી નાગરિકતા માટે અરજી કરવાની કોઈ જરૂર નથી. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સતત કહી રહ્યાં છે કે દેશમાંથી દરેક ઘુષણખોરને બહાર કરી દેવામાં આવશે.
મમતા બેનર્જીએ દિલ્હીમાં થયેલા તોફાનો સામનો કરવાની મોદી સરકારની રીતની ટીકા કરી અને કહ્યું કે, તે બંગાળને બીજું દિલ્હી બનવા દેશે નહીં. તેમણે એક જનસભામાં કહ્યું, 'બાંગ્લાદેશથી આવેલા લોકો ભારતના નાગરિક છે, તેની પાસે નાગરિકતા છે. તમારે નાગરિકતા માટે ફરીથી અરજી કરવાની જરૂર નથી. તમે ચૂંટણીમાં મતદાન કરીને વડાપ્રધાન, મુખ્યપ્રધાન પસંદ કરી રહ્યાં છે.. અને હવે તે કરી રહ્યાં છે કે તમે નાગરિક નથી. તેનો વિશ્વાસ ન કરો.'
બંગાળને દિલ્હી નહીં બનવા દઈએ
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ચીફ મમતા બેનર્જીએ ભાર આપીને કહ્યું કે, તેઓ એક વ્યક્તિને પણ બંગાળથી બહાર કાઢવા દેશે નહીં. તેમણે કહ્યું કે, રાજ્યમાં રહેતા કોઈપણ શરણાર્થીને નાગરિકતાથી વંચિત ન કરી શકાય. દિલ્હી હિંસાના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, 'ભૂલો નહીં આ બંગાળ છે. જે દિલ્હીમાં થયું તે અહીં થશે નહીં. અમે નથી ઈચ્છતાં કે બંગાળ વધુ એક દિલ્હી કે ઉત્તર પ્રદેશ બને.'
કોરોના વાયરસઃ દિલ્હીમાં માત્ર 1 દર્દી, 3.5 લાખ માસ્ક અને 25 હોસ્પિટલ તૈયાર
પશ્ચિમ બંગાળમાં પોતાનો વિસ્તાર કરવામાં લાગેલી ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જી પર મુસ્લિમોના તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ કરવાની આરોપી લાગે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે