એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત યુવકની ગંદી હરકત, અચાનક પેન્ટ કાઢ્યું અને...
તેમણે આરોપ લગાવ્યો છે કે એર ઈન્ડિયા ફક્ત તેની માતાની સીટ બદલી નાખી. પરંતુ તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરી નહીં.
Trending Photos
નવી દિલ્હી: એર ઈન્ડિયા ઈન્ટરનેશનલની એક ફ્લાઈટમાં દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ કથિત રીતે એક મહિલાની સીટ પર પેશાબ કર્યો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અગે એર ઈન્ડિયા પાસે રિપોર્ટ માંગ્યો છે. આ ઘટના 30 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 102માં ઘટી. જે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. પીડિત મહિલા યાત્રીની પુત્રી ઈન્દ્રાણી ઘોષે શુક્રવારે સાંજે આ ઘટનાના સંબંધમાં એક ટ્વિટ કરી. ઘોષે ટ્વિટર પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ, વિદેશ મંત્રાલય સુષમા સ્વરાજ અને એર ઈન્ડિયાને ટેગ કરતા લખ્યું કે 30 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 102 જેએફકે એરપોર્ટથી દિલ્હી આવી રહી હતી. સીટ નંબર 36 ડી. પર એકલા મુસાફરી કરી રહેલી મારી માતાને તે સમયે આઘાત લાગ્યો જ્યારે એક વ્યક્તિએ રાત્રીના ભોજન બાદ તેમની સીટ પર આવીને પેશાબ કર્યો.
ઈન્દ્રાણી ઘોષે એર ઈન્ડિયાને ટેગ કરતા ટ્વિટ કરી કે ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડીથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ AI102માં મારી માતાની સીટ પર એક દારૂડિયા યુવકે આવીને પેન્ટ ઉતારીને પેશાબ કરી નાખ્યો. આ ખુબ જ અપમાનજનક ઘટના હતી. તે એકલી મુસાફરી કરી રહી હતી. ખુબ જ પરેશાન છે. જલદી જવાબ આપો.
Disgraceful @airindiain yesterday on your flight AI102 from JFK to Delhi a drunk passenger removed his pants and peed on the seat my mother was sitting!!! She was traveling alone and is completely traumatized! Reply ASAP #AirIndia #Shameful
— Indrani Ghosh (@indranidreams) August 31, 2018
તેમણે આરોપ લગાવ્યો છે કે એર ઈન્ડિયા ફક્ત તેની માતાની સીટ બદલી નાખી. પરંતુ તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરી નહીં. ઘોષે કાર્યકર્તા કવિતા કૃષ્ણનની ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે નવી દિલ્હી એરપોર્ટ પર વ્હીલ ચેર પર બેઠેલી મારી માતા કનેક્ટિંગ વિમાનની રાહ જોઈ રહી હતી અને આ દરમિયાન તેણે આરોપી યાત્રીને આરામથી નિકળતા જોયો. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિન્હાએ એર ઈન્ડિયાને નિર્દેશ આપ્યો છે કે તે તત્કાળ આ મામલાને જુએ અને મંત્રાલય તથા નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ)ને રિપોર્ટ સોંપે.
સિન્હાએ ઘોષની ટ્વિટ પર એર ઈન્ડિયાને ટેગ કરતા ટ્વિટ કરી કે એર ઈન્ડિયા તત્કાળ આ મામલાને જુએ અને મંત્રાલય તથા નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયને રિપોર્ટ સોંપે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. જેમાં તમારી માતાએ આવા ખરાબ અનુભવમાંથી પસાર થવું પડ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે