Delhi: બે આતંકીઓની દિલ્હી પોલીસે લાલ કિલા પાસે કરી ધરપકડ, પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા આરોપીઓ


સ્પેશિયલ સેલે પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં રહેલા બે આતંકવાદીઓ ખાલિદ મુબારક ખાન અને અબ્દુલ્લાની ધરપકડ કરી છે. બંને હથિયારોની તાલીમ માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા. તે પહેલાં બંનેની દબોચી લેવામાં આવ્યા છે. 

Delhi: બે આતંકીઓની દિલ્હી પોલીસે લાલ કિલા પાસે કરી ધરપકડ, પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા આરોપીઓ

નવી દિલ્હીઃ સ્પેશિયલ સેલે પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં રહેલા બે આતંકવાદીઓ ખાલિદ મુબારક ખાન અને અબ્દુલ્લાની ધરપકડ કરી છે. બંને હથિયારોની તાલીમ માટે પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલાં તેને દબોચી લેવામાં આવ્યા. તેની પાસેથી બે પિસ્તોલ, દસ કારતૂસ, છરી અને વાયર કટર મળી આવ્યા છે. આ બંને કટ્ટરપંથીઓની ધરપકડથી ભારતીય યુવાનોને પાકિસ્તાનમાં હથિયારોની તાલીમ માટે લલચાવવાના પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોના કાવતરાનો પર્દાફાશ થયો છે.

જાણો શું છે મામલો
ડીસીપી સ્પેશિયલ સેલ રાજીવ રંજન સિંહના જણાવ્યા અનુસાર, ખાલિદ મુબારક ખાન, થાણે પશ્ચિમ, મહારાષ્ટ્ર અને અબ્દુલ્લા ઉર્ફે અબ્દુર રહેમાન, કાલિયાકુલ્લા, તમિલનાડુનો રહેવાસી છે. બંને પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સતત સંપર્કમાં હતા. બોસની સૂચના પર તેઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને હથિયારોની તાલીમ માટે પાકિસ્તાન જવાની યોજના ઘડી રહ્યા હતા. સ્પેશિયલ સેલ ઈન્ટરનેટ મીડિયા પર પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ દ્વારા કેટલાક યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાના ઇનપુટ્સ પર કામ કરી રહ્યું હતું અને ભારતમાં આતંકવાદી હુમલા કરતા પહેલા પાકિસ્તાનમાં હથિયારોની તાલીમ લેવા માટે સૂચના આપવામાં આવી હતી.

(Pics: Delhi Police Special Cell) pic.twitter.com/WOE2eGoQA6

— ANI (@ANI) February 25, 2023

14 ફેબ્રુઆરીએ મળી હતી સૂચના
14 ફેબ્રુઆરીના રોજ, એવા અહેવાલ હતા કે આતંકવાદી મોડ્યુલ પ્રત્યે વફાદારીનું વચન આપતા કેટલાક કટ્ટરપંથીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે મુંબઈ થઈને દિલ્હી આવશે અને તેમના પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સની મદદથી આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન જશે. તેમની પાસે ગેરકાયદેસર હથિયારો છે અને તેઓ લાલ કિલ્લાની પાછળના રિંગ રોડ નજીક પહોંચશે. આ માહિતી પર, ACP હૃદય ભૂષણ અને લલિત મોહન નેગીના નેતૃત્વમાં, ઇન્સ્પેક્ટર સુનિલ રાજન, રવિન્દર જોશી, વિનય પાલ અને અરવિંદની ટીમે ઝડપી કાર્યવાહી કરી અને બંનેને લાલ કિલ્લા નજીકથી પકડી લીધા. તેમના નેટવર્કને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news