આધાર ડાટાની સુરક્ષા બાબતે દિલ્હી હાઈકોર્ટે UIDAI અને કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
બેન્ચે હવે પછીની સુનાવણીની તારીખ 10 નવેમ્બર નક્કી કરી
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર અને યુઆઈડીએઆઈ પાસે આધારાના ડાટાની સુરક્ષા અને લોકોની અંગત માહિતી અંગે ચિંતા વ્યક્ત કરતી અરજી બાબતે જવાબ માગ્યો છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ)ના ડાટાબેઝમાંથી લોકોની અંગત માહિતીના કથિત રીતે લીક થઈ જવાની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ તેના અંગે ચિંતા વ્યક્ત કરતી એક અરજી દાખલ કરવામાં આવી છે.
ન્યાયાધિશ એસ. રવિન્દ્ર ભટ્ટ અને ન્યાયાધિશ અનુ મલ્હોત્રાની બેન્ચે નોટિસ પાઠવતાં અધિકારીઓ પાસે અરજી બાબતે જવાબ માગ્યો છે. આ અરજીમાં દિલ્હી હાઈકોર્ટને કેન્દ્ર સરકારને એવો આદેશ આપવા કહેવાયું છે કે તે લોકોને આ વ્યવસ્થામાંથી અલગ થવાનો વિકલ્પ આપે અથવા તો પછી સુરક્ષાના ઉલ્લંઘનને જોતાં યુઆઈડીએઆઈના સમગ્ર ડાટાનો નાશ કરી નાખે.
બેન્ચે આ બાબતે હવે પછીની સુનાવણીની તારીખ 19 નવેમ્બર નક્કી કરી છે.
કેરળના વકીલ અને અરજીકર્તા શમનાદ બશીરે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે, આધાર કાર્ડની વ્યવસ્થામાં ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સુરક્ષા બાબતે અનેક ચૂક જોવા મળી છે. જેના કારણે દેશનાં નાગરિકોની અંગત માહિતી લીક થઈ છે. તેમાં દાવો કરાયો છે કે, યુઆઈડીએઆઈ અને કેન્દ્ર સરકાર એવા લોકોને વળતર આપવા માટે જવાબદાર છે, જેમના ડાટા સાથે સમાધાન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે