બેંગ્લુરુ: રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ફાઈટર જેટ 'તેજસ'માં ભરશે ઉડાણ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરશે. બે સીટવાળા સ્વદેશી બનાવટના આ ફાઈટર વિમાનમાં રક્ષા મંત્રી તામિલનાડુના સુલુર એરફોર્સ સ્ટેશનથી ઉડાણ ભરશે.

બેંગ્લુરુ: રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ફાઈટર જેટ 'તેજસ'માં ભરશે ઉડાણ

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરશે. બે સીટવાળા સ્વદેશી બનાવટના આ ફાઈટર વિમાનમાં પહેલીવાર રક્ષા મંત્રી ઉડાણ ભરશે.  તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઈન અને બનાવવામાં આવ્યું છે. આ સિંગલ એન્જિન ફાઈટરના સામેલ થવાથી વાયુસેનાને મિગ 21 બાઈસન વિમાનને બદલવાની મંજૂરી મળી જશે. ડિસેમ્બર 2017માં ભારતીય વાયુસેના દ્વારા 83 તેજસ વિમાનો માટે પ્રસ્તાવ (RFP) પસાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 83 તેજસ વિમાનમાંથી 10 બે સીટવાળા હશે અને ભારતીય વાયુસેના આ વિમાનોનો ઉપયોગ પોતાના પાઈલટોની તાલિમ માટે  કરશે. 

તેજસ ફાઈટર જેટને 21 ફેબ્રુઆરી 2019ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ (FOC) સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ દ્વારા  જારી કરાયું હતું. FOC સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ આપવાનો અર્થ એ છે કે તેજસ હવે મુકાબલા માટે તૈયાર છે. તેજસ હવામાં ઈંધણ ભરવા, ઈલેક્ટ્રોનિક યુદ્ધ સુઈટ, અનેક અલગ અલગ પ્રકારના બોમ્બ, મિસાઈલ અને હથિયારો જેવી ટેક્નોલોજીથી લેસ છે. 

જુઓ LIVE TV

13 સપ્ટેમ્બર 2019ના રોજ જ્યારે તેજસના નૌસેનિક વર્ઝને ગોવામાં સમુદ્રી તટ આધારિત ટેસ્ટ ફેસિલિટી (SBTF) INS હંસામાં વાયર અરેસ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે એક તે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત કરવામાં સફળ રહ્યું હતું. વાયર અરેસ્ટેડ લેન્ડિંગ કરનારા તેજસ વિમાનને ચીફ ટેસ્ટ પાઈલટ કમોડોર જયદીપ એ મૌલંકરે ઉડાવ્યું હતું. DRDOએ વાયર અરેસ્ટ લેન્ડિંગને ઈન્ડિયન નેવલ એવિએશનના ઈતિહાસમાં ગોલ્ડન લેટર ડે કહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news