ATM માંથી પૈસા નહી અનાજ નિકળશે, પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશના પ્રથમ 'અનાજ એટીએમ'ની શરૂઆત
ગ્રાહકોને અનાજ લેવા માટે સરકરી ડેપો સામે લાઇન લગાવવી નહી પડે કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને 'અનાજ એટીમ' ઉપલબ્ધ કરાવશે.
Trending Photos
ચંદીગઢ: દેશનું પ્રથમ 'ગ્રેન એટીએમ' (Grain ATM) ગુરૂગ્રામમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન એકવાર ફરી પાંચ સાત મિનિટની અંદર 70 કિલો સુધી અનાજ નિકાળી શકે છે. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) એ કહ્યું કે હવે ગ્રાહકોને અનાજ લેવા માટે સરકરી ડેપો સામે લાઇન લગાવવી નહી પડે કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને 'અનાજ એટીમ' ઉપલબ્ધ કરાવશે.
રાશન માફિયા પર લાગશે અંકુશ?
દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) એ કહ્યું કે હરિયાણાના ગુરૂગ્રામ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશનું પ્રથમ 'ગ્રેન એટીએમ (Grain ATM) સ્થાપવામાં આવ્યું છે. દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી પણ છે. તેમણે કહ્યું કે 'અનાજ એટીમ'ની સ્થાપનાથી રાશનની માત્રાના સમય અને યોગ્ય માપ સંબંધિત તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) એ અહીં એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે 'આ મશીનને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય તે સુનિશ્વિત કરવાનો છે કે યોગ્ય માત્રા ઓછામાં ઓછી મુશ્કેલી અને સાચા લાભાર્થી સુધી પહોંચે.
બેંક એટીએમની માફક કામ કરશે
દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) એ કહ્યું કે ના ફક્ત ગ્રાહકોને લાભ થશે પરંતુ સરકારી ડેપોમાં અનાજની અછતની પરેશાની પણ સમાપ્ત થઇ જશે અને સાર્વજનિક અનાજ વિતરણ સિસ્ટમમાં પહેલાંની તુલનામાં વધુ પારદર્શિતા આવશે. તેમણે કહ્યું કે ગુરૂગ્રામ જિલ્લાના ફર્ર્રુખનગરમાં આ પાયલોટ પ્રોજેક્ટના સફળ સમાપાન બાદ રાજ્યભરના સરકારી ડેપોમાં ખાદ્ય આપૂર્તિ મશીને સ્થાપિત કરવાની યોજના છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'અનાજ એટીએમ' એક સેલ્ફ ડ્રાઇવ મશીન છે જે બેંક એટીએમની માફક કામ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મશીનને સંયુક્ત રાષ્ટ્રના 'વિશ્વ ખાદ્ય કાર્યક્રમ' હેઠળ સ્થાપિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે