Chandrayaan 3: ચંદ્રયાન 3 અંગે આવ્યા અત્યંત મહત્વના અપડેટ, જાણીને ઉછળી પડશો, અમદાવાદના આ સેન્ટરની પણ મહત્વપૂર્ણ કામગીરી

Chandrayaan 3: ભારતનું મિશન ચંદ્રયાન 3 સતત સફળતાના શિખર સર કરતું આગળ વધી રહ્યું છે. પળે પળે તેનું ચંદ્રથી અંતર ઓછું થઈ રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાનને લઈને મોટું અપડેટ આપ્યું છે.

Chandrayaan 3: ચંદ્રયાન 3 અંગે આવ્યા અત્યંત મહત્વના અપડેટ, જાણીને ઉછળી પડશો, અમદાવાદના આ સેન્ટરની પણ મહત્વપૂર્ણ કામગીરી

Chandrayaan 3: ભારતનું મિશન ચંદ્રયાન 3 સતત સફળતાના શિખર સર કરતું આગળ વધી રહ્યું છે. પળે પળે તેનું ચંદ્રથી અંતર ઓછું થઈ રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાનને લઈને મોટું અપડેટ આપ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિક આ વાતને લઈને સંપૂર્ણ આશ્વસ્ત છે કે ભલે કોઈ પણ ગડબડી કેમ ન થાય પરંતુ યાનનું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થઈને જ રહેશે. પહેલા ઈસરો ચીફ એસ સોમનાથ અને પછી ચંદ્રયાન 2 અને 3ના લોન્ચિંગ સમયે ઈસરોના સહયોગી રહી ચૂકેલા એરોસ્પેસ વૈજ્ઞાનિક પ્રોફેસર રાધાકાંત પાધીનો પણ દાવો છે કે ચંદ્રયાન-2ની અસફળતા બાદ ઈસરોએ ખુબ સુધાર કર્યો અને ચંદ્રયાન-3ને એ રીતે બનાવવામાં આવ્યું છે કે તે સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને જ લેશે. 

ચંદ્રયાન 2ના ઓર્બિટર સાથે સંપર્ક
 ઈસરોએ જણાવ્યું કે  ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક સંપર્ક પ્રસ્થાપિત થઈ ગયો છે. ચંદ્રયાન 2ના ઓર્બિટરે યાન-3નું સ્વાગત કર્યું છે. બંને વચ્ચે બેતરફી સંવાદ થયો છે. ઈસરોએ આ સાથે જ ચંદ્રયાન-3ની ચંદ્ર પર લેન્ડિંગ અંગે લેટેસ્ટ અપડેટ પણ આપ્યું. અત્રે જણાવાનું કે રવિવારે સવાર સુધીમાં ચંદ્રયાન 3ની ચંદ્રની સપાટીથી અંતર માત્ર 25 કિમી દૂર હતું. ચંદ્રયાન 3 ચંદ્રની ચારેબાજુ ચક્કર મારતું તેની વધુ નજીક જઈ રહ્યું છે. 

Two-way communication between the two is established.

MOX has now more routes to reach the LM.

Update: Live telecast of Landing event begins at 17:20 Hrs. IST.#Chandrayaan_3 #Ch3

— ISRO (@isro) August 21, 2023

લેન્ડિંગ અપડેટ
ઈસરોએ 21 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3ના લેન્ડિંગ પર તાજા અપડેટ આપી. કહેવામાં આવ્યું છે કે લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટના રોજ સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે યાનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કરાવવાની કોશિશ કરાશે. ઈસરોએ એમ પણ જણાવ્યું કે લેન્ડિંગની ઈવેન્ટનું સીધુ પ્રસારણ સ્થાનિક સમય મુજબ સાંજે 5.20 મિનિટથી શરૂ થશે. 

અત્રે જણાવવાનું કે ભારત ભરમાં ઈસરોના કુલ 21 સેન્ટરો કાર્યરત છે. જેમાં અમદાવાદમાં આવેલું ઈસરોનું સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરની કામગીરી બધા સેન્ટરોમાં વિશેષ રહી છે. અમદાવાદના ઈસરોના આ સેન્ટરમાં રિમોટ સેન્સિંગ સેટેલાઈટ, કોમ્યુનિકેશન સેટેલાઈટ અને નેવિગેશન સેટેલાઈટને લઈને જબદસ્ત કામગારી થઈ છે. આ ઉપરાંત આ પહેલા  ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને હવે ચંદ્રયાન 3માં પણ અમદાવાદના ઈસરો સેન્ટરનું નોંધપાત્ર યોગદાન છે. 

સેન્ટર દ્વારા ઉપલબ્ધ માહિતી મુજબ ચંદ્રયાન 3માં અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા કુલ 11 પ્રણાલીઓમાં કામગીરી થઈ હતી. જેમાં લેન્ડિંગ સાઈટના સિલેક્શનમાં પણ મહત્વનો ફાળો છે. મળતી માહિતી મુજબ ગત વખતે ચંદ્રયાન 2 જ્યાં લેન્ડિંગ કરવાનું હતું ત્યાં જ ફરીથી લેન્ડિંગ કરાવવામાં આવશે. આ માટે વિસ્તાર પણ નક્કી  છે. ચોક્ક્સ પોઝિશન પર વિક્રમ લેન્ડરને સ્થાપિત કરાશે. 

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર
વિક્રમ લેન્ડરમાં લાગેલી બેન્ડ રડાર અલેટીમેટર સિસ્ટમ વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રમાની ધરતી પરથી 7.5 કિમી દૂર હશે ત્યારે એક્ટિવ થશે અને બધો ડેટા ઈસરોના મુખ્ય સેન્ટર સુધી પહોંચતો કરશે. આ ઉપરાંત તે ઊંચાઈ માપવાનું પણ કામ કરશે અને લેન્ડિંગની માહિતી પણ આપશે. લેન્ડરની ચારેબાજુ ચાર કેમેરા હશે જે હાઈરિઝોલ્યુશન તસવીરો મોકલશે. મહત્વની વાત એ છે કે કેમેરાનું નિર્માણ પણ આ સેન્ટર દ્વારા થયું છે.

જો ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરનું ચંદ્રમાની ધરતી પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ થઈ ગયું તો પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર ઉતરીને પોતાની કામગીરી શરૂ કરશે. રોવરમાં બે કેમેરા લાગ્યા છે તેમાંથી એક કેમેરો અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા નિર્માણ કરાયેલો છે. આ ઉપરાંત વિક્રમ લેન્ડરની ચારેય બાજુ ચાર કેમેરા છે જે હાઈરિઝોલ્યુશન ફોટા ઈસરોને મોકલશે. આ જ કેમેરા છે તેનું નિર્માણ પણ અમદાવાદના ખાતેના ઈસરો સેન્ટરે કર્યું છે. 

એટલું જ નહીં ચંદ્રયાન 2 જ્યારે ક્રેશ થયું હતું ત્યારે કઈ રીતે અને કઈ ખામીથી ક્રેશ થયું તે શોધીને તે ફરીથી ન થાય તે માટે ચંદ્રયાન 3માં જે 21 જેટલા ફેરફાર થયા તેમાં હાર્ડવેર, અલ્ગોરિધમ, સોફ્ટવેર વગેરે પર કામગીરી કરાઈ. ઈસરોએ તે માટે અમદાવાદ, ચિત્રદુર્ગા, બેંગ્લોર જેી જગ્યાએ વિક્રમ લેન્ડર અને સેન્સરના ટેસ્ટ પણ કર્યા. આમ ચંદ્રયાન-3માં ઈસરોના આ અમદાવાદ સેન્ટરનું મહત્વપૂર્ણ યોગદાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news