CBSE 12th Result 2021: ધોરણ 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ 30:30:40 ફોર્મ્યુલાથી તૈયાર થશે, જાણો વધુ વિગતો

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે 12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધો છે. બોર્ડે જણાવ્યું કે આ માટે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે. 

CBSE 12th Result 2021: ધોરણ 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ 30:30:40 ફોર્મ્યુલાથી તૈયાર થશે, જાણો વધુ વિગતો

નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે 12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાનો ફોર્મ્યુલા સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધો છે. બોર્ડે જણાવ્યું કે આ માટે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે. 

શું છે આ 30:30:40 ફોર્મ્યુલા?
બોર્ડે જણાવ્યું કે 30:30:40 ફોર્મ્યુલા હેઠળ ધોરણ 10ના બોર્ડના પરિણામના આધારે 30 ટકા માર્ક્સ, 11માં ધોરણના આધારે 30 ટકા માર્ક્સ અને 12માં ધોરણની પ્રી બોર્ડના આધારે 40 ટકા માર્ક્સ અપાશે. બોર્ડની વેબસાઈટ cbse.nic.in ઉપર પણ તમને આ અંગે વધુ વિગતો મળી રહેશે. 

ધોરણ-12: યુનિટ ટેસ્ટ, મીડ ટર્મ અને પ્રી બોર્ડ એક્ઝામના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 40 ટકા રહેશે. 

ધોરણ-11: ફાઈનલ પરીક્ષામાં તમામ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 30 ટકા રહેશે. 

ધોરણ-10: મુખ્ય 5 વિષયોમાંથી ત્રણ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. આ ત્રણ વિષય એવા હશે જેમાં વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સૌથી સારું હશે. તેનું વેટેજ પણ 30 ટકા રહેશે. 

ક્લાસ 12માં જે પણ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને ઈન્ટરનલ અસેસમેન્ટ તમે આપ્યા હશે તેમાં તમને મળેલા માર્ક્સ જ શાળા સીબીએસઈના પોર્ટલ પર અપલોડ કરશે. શાળા ગત વર્ષોમાં બોર્ડ એક્ઝામ્સમાં પોતાના પરફોર્મન્સના આધાર પર જ માર્ક્સ આપી શકે છે. એટલે કે રેફરન્સ યરનો નિયમ લાગૂ થશે. 

— ANI (@ANI) June 17, 2021

ક્યારે જાહેર થશે 12માં ધોરણના પરિણામ?
CBSE એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ધોરણ 12ની પરીક્ષાના પરિણામ 31 જુલાઈ સુધીમાં જાહેર કરી દેવાશે. 

સુપ્રીમ કોર્ટમાં સીબીએસઈએ કહ્યું કે પરિણામ સમિતિએ પરીક્ષાની વિશ્વસનિયતાના આધારે વેટેજ પર નિર્ણય લીધો છે. શાળાઓની નીતિ પ્રીબોર્ડમાં વધુ અંક આપવાની છે, આવામાં સીબીએસઈની હજારો શાળાઓમાંથી પ્રત્યેક માટે પરિણામ સમિતિ બનશે, શાળાના બે વરિષ્ઠતમ શિક્ષક અને પાડોશી શાળાના શિક્ષક 'મોડરેશન કમિટી' તરીકે કામ કરશે જેથી કરીને સુનિશ્ચિત થઈ શકે કે શાળાએ માર્ક્સને વધારીને લખ્યા નથી. આ કમિટી વિદ્યાર્થીઓના ગત છેલ્લા ત્રણ વર્ષોના પ્રદર્શનને આંકશે. 

— ANI (@ANI) June 17, 2021

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 31 જુલાઈ સુધીમાં સીબીએસઈના ધોરણ 12ના પરિણામ જાહેર કરી દેવાશે. જે બાળકો પરિણામથી સંતુષ્ટ નહીં હોય તેમને ફરીથી પરીક્ષા આપવાની તક અપાશે. આ માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી રહી છે. કેન્દ્રએ કહ્યું કે સીબીએસઈએ પહેલીવાર આ પ્રકારના અભૂતપૂર્વ સંકટનો સામનો કર્યો છે. 

ICSE ધોરણ 12ની માર્કશીટ આ રીતે બનશે
સીબીએસઈની જેમ જ ICSE એ પણ ધોરણ 12ના પરિણામની જાહેર કરવાની નીતિ સુપ્રીમ કોર્ટને જણાવી છે. ધોરણ 10ના માર્ક્સ (પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલને લઈને) તથા પછી ધોરણ 11 અને 12ના પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલમાં મળેલા માર્ક્સને આધાર બનાવીને ધોરણ 12ની માર્કશીટ બનાવવામાં આવશે. ગત વર્ષે પણ આઈસીએસઈએ આ નીતિથી ધોરણ 12ના પરિણામ જાહેર કર્યા હતા. 

સુપ્રીમ કોર્ટમાં આઈસીએસઈએ કહ્યું કે ગત વર્ષના પરિણામ પર ફક્ત 10 વિદ્યાર્થીઓએ આપત્તિ જતાવી હતી. જેમને બાદમાં ઈમ્પ્રુવમેન્ટ પેપર આપી દેવાયા હતા. આઈસીએસઈએ કહ્યું કે અમે 30 જુલાઈ સુધીમાં ધોરણ 12ના પરિણામ જાહેર કરી દઈશું. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે 14.5 લાખ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર કરવાનું છે. અમે ઉતાવળ કરી શકીએ નહીં. 

સુપ્રીમે મૂલ્યાંકન નીતિ સ્વીકારી
સુપ્રીમ કોર્ટે CBSE અને ICSE ની પ્રસ્તાવિક મૂલ્યાંકન નીતિને સ્વીકારી લીધી છે. હવે બંને બોર્ડ પોત પોતાની નીતિ પર કામ કરી શકે છે. ધોરણ 12ની કોઈ પરીક્ષા નહીં થાય પરંતુ તે વિદ્યાર્થીઓ માટે સુધાર પરીક્ષાનું આયોજન થઈ શકે છે જે પોતાના માર્ક્સ સુધારવા માંગે છે, 31 જુલાઈ સુધીમાં પરિણામ આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ બોર્ડ તરફથી ફરિયાદ સમાધાન સમિતિની પણ રચના કરાશે. 

અત્રે જણાવવાનું કે ગત 4 જૂનના રોજ સીબીએસઈએ અસેસમેન્ટ પોલીસી નક્કી કરવા માટે 13 સભ્યોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિને રિપોર્ટ તૈયાર કરવા માટે દસ દિવસનો સમય લાગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news